Chaitar Vasava Bail: ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને 63 દિવસના જેલવાસ બાદ વિધાનસભાના ચોમાસુ સત્રમાં હાજરી આપવા માટે ત્રણ દિવસના વચગાળાના જામીન મળ્યા છે. તેઓ 8થી 10 સપ્ટેમ્બર દરમિયાન વિધાનસભા સત્રમાં ભાગ લઈ શકશે. આજે વડોદરા સેન્ટ્રલ જેલની બહાર તેમના પરિવારજનો અને સમર્થકોએ તેમનું ભાવભીનું સ્વાગત કર્યું હતું. હવે તેઓ ગાંધીનગર જવા રવાના થશે.
જામીન માટે લાંબી કાનૂની પ્રક્રિયા
ધારાસભ્ય વસાવાએ વિધાનસભા સત્રમાં હાજરી આપવા માટે નર્મદાની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં 1 સપ્ટેમ્બરના રોજ વચગાળાના જામીન માટે અરજી કરી હતી. શરૂઆતમાં કોર્ટે તેમને 8થી 10 સપ્ટેમ્બર માટે પોલીસ જાપતા સાથે બહાર રહેવાની મંજૂરી આપી હતી, પરંતુ આ ખર્ચ વધુ લાગતાં તેમના વકીલો આર. વી. વોરા અને કિશોર જે. તડવીએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. 4 સપ્ટેમ્બરના રોજ હાઈકોર્ટે નવી શરતો સાથે પોલીસ જાપતા વગર જામીન મંજૂર કર્યા, જેનાથી વસાવા પોતાના ખર્ચે મુસાફરી કરી શકશે.
જામીનની શરતો
- કોર્ટે ચૈતર વસાવાને શરતી જામીન આપ્યા છે, જેનું પાલન કરવું તેમના માટે ફરજિયાત છે. આ શરતો નીચે મુજબ છે:
- મીડિયા સાથે વાતચીત નહીં: તેઓ મીડિયાને સંબોધન કરી શકશે નહીં.
- સમર્થકોને ભેગા નહીં કરી શકે: તેઓ પોતાના સમર્થકોને એકત્રિત કરી શકશે નહીં.