Morbi: રાજપર ગામે મોડી રાતે ખેલાયો ખૂની ખેલ, મોટાભાઈએ કામ ધંધો ના કરતાં નાના ભાઈને લાકડીના ફટકા મારીને રહેંસી નાંખ્યો

તું બહારથી ઉછીના રૂપિયા લઈ જલસા કરે છે, જે અમારે ભરવા પડે છે. તારા લીધે 10 વીઘા જમીન વેચી નાંખી અને રૂપિયા માંગવાવાળા ઘરે આવે છે.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Tue 05 Aug 2025 08:21 PM (IST)Updated: Tue 05 Aug 2025 08:21 PM (IST)
morbi-crime-news-elder-brother-killed-yonger-brother-at-mid-night-in-rajpar-village-579996
HIGHLIGHTS
  • લાકડી વડે માથા પર આડેધડ ફટકા મારી ચાકુ હુલાવી દીધુ
  • બહેને જ પોતાના ભાઈ વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી

Morbi: મોરબીના રાજપર ગામે ગત મોડી રાત્રીના હત્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. જેમાં માથા તેમજ શરીરે લાકડી, ચપ્પુ વડે માર મારી ગંભીર ઈજા કરી યુવાનની હત્યા કરવામાં આવી હતી હત્યાના બનાવ અંગે મૃતકના બહેને પોતાના જ ભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં મોટાભાઈએ કામ ધંધો ના કરતા નાના ભાઈની હત્યા કરી હોવાનો ઉલ્લેખ કરાયો છે.

મોરબીના યદુનંદનમાં રહેતા ભાવનાબેન નીલેશભાઈ ભીમાણીએ આરોપી મહેશ મોહનભાઈ અઘારા (રહે રાજપર) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોતાની ફરિયાદમાં જણાવ્યા મુજબ, ગત 3 ઓગસ્ટના રોજ બપોરના દીકરો પ્રવિણ નાહી ધોઈને બહાર ગયો અને રાત્રીના અઢી વાગ્યે ઘરે આવ્યો, ત્યારે પિતા અને ભાઈ મહેશભાઈ જાગી ગયા હતા.

પ્રવિણભાઈ રૂમમાં જઈને સુઈ ગયા હતા મહેશ જાગીને લાકડી લઈને પ્રવિણ પાસે ગયો અને કહેવા લાગ્યો તું કાઈ કામ ધંધો કરતો નથી બહારથી ઉછીના રૂપિયા લઈને જલસા કરે છે. તે લીધેલા રૂપિયા અમારે ભરવા પડે છે. તારે કારણે દસ વીઘા જમીન વેચી નાખી અને તારા કારણે ઘરે રૂપિયા માંગવા વાળા આવે છે કહીને ઝઘડો કરી મહેશે આવેશમાં આવી લાકડી વડે માથા અને છરી વડે ઈજા કરી માર મારી ગંભીર ઈજા પહોંચાડતા મોત થયું હતું.

આમ મૃતક પ્રવીણભાઈ મોહનભાઈ અઘારા (ઉ.વ.37) નામના યુવાન કામધંધો કરતો ના હોવાથી અને બહારથી હાથ ઉછીના રૂપિયા લઈને જલસા કરતો હતો, જેનું દેવું પિતા ભરત હતા અને પિતાએ દસ વીઘા જમીન વેચી નાખી હતી જેથી મોટા ભાઈ મહેશભાઈ મોહનભાઈ અઘારાએ કંટાળી લાકડી અને શાક સમારવાનું ચપ્પુ વડે માર મારી શરીરે ગંભીર ઈજા પહોંચાડી મોત નીપજાવ્યું હતું. હાલ તો મોરબી તાલુકા પોલીસે આરોપી ભાઈ વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.