Morbi News: મોરબીમાં હવે લાફાકાંડ મામલે કોંગ્રેસ પણ મેદાને ઉતર્યું છે. આ ઘટનાથી ગુજરાતની રાજનીતિને કલંકિત કરી હોય તેવું કોંગ્રેસના લલિત વસોયા દ્વારા કહેવામાં આવ્યું છે. નાના નાના ઇસ્યુને સોશિયલ મીડિયાથી હાઈલાઈટ કરવાનું આ પરિણામ છે. ઈશુદાન ગઢવીના આક્ષેપો એ પાયા વિહોણા ગણાવ્યા છે.
લલીત વસોયાએ આક્ષેપો કર્યા
આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ એની પાર્ટીના નેતાને સવાલ કરે અને આમ આદમી પાર્ટીના લોકો આમ આદમી પાર્ટીના નેતાઓ એને ફડાકા મારે સરમુખત્યાર શાહી રીતે આમ આદમી પાર્ટીના નેતાઓ વર્તી રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટીનો અસલી ચહેરો સામે આવી ગયો છે. ઈશુદાન ગઢવી જેવા વિદ્વાન માણસે ખરેખર કાર્યકર્તાના સવાલનો જવાબ આપવો જોઈએ. જવાબ આપવાને બદલે એટલે જે હાથ ચાલાકી કરી છે અને જે બળજબરી કરવાનો પ્રયત્ન કર્યો છે. એ ખરેખર ગુજરાતના રાજકારણ માટે કલંકિત પ્રકરણ કહેવાય.
આ પણ વાંચો
અત્યારે તો તમે ખોટું બોલો તો ગૂગલમાં સર્ચ કરીને જ હોવે કે ભાઈ આ બોલે છે એ સાચી વાત છે કે ખોટી વાત છે એટલે ક્યાંકને ક્યાંક 100 ટકા નેતાઓને તેલ પેટમાં તેલ રેડાણું છે ને એને જ કારણે આ બનાવ બન્યો છે ઈશુદાન ગઢવીને સવાલ પૂછે એે મુખ્યમંત્રીને સવાલ પૂછે છે.
મોરબી લાફાકાંડથી રાજનિતીમાં ગરમાવો
મોરબીમાં થયેલો લાફાકાંડ ગુજરાતની રાજનીતિના એક અલગ જ સમાચાર કે જ્યાં મોરબીમાં હવે લાફાકાંડ મામલે કોંગ્રેસ પણ મેદાને ઉતાર્યું છે. લાફાકાંડ પર ગુજરાતનું રાજકારણ ગરમાયેલું છે, કે જ્યાં આમ આદમી પાર્ટીના ઈશુદાન ગઢવીની સભામાં એ સવાલો કરતા એ લાફાકાંડ સર્જાયો હતો. આ ઘટનાથી ગુજરાતની રાજનીતિને કલંકિત કરી હોય તેવું કોંગ્રેસના લલિત વસોયા દ્વારા કહેવામાં આવ્યું છે. નાના નાના ઇસ્યુને સોશિયલ મીડિયાથી હાઈલાઈટ કરવાનું આ પરિણામ છે તેવું પણ લલિત વસોયા દ્વારા કહેવામાં આવ્યું છે કે શું બોલતી જનતાના સવાલોથી નેતાઓના પેટમાં એ તેલ રેડાયું છે. નેતાઓને જનતા સવાલ પૂછતી થઈ છે એનું આ પરિણામ છે તેવું પણ હવે લલિત વસોયાએ કહ્યું છે.
ઈશુદાન ગઢવીના આક્ષેપો એ પાયા વિહોણા ગણાવ્યા છે અને જે રીતના હવે સોશિયલ મીડિયાથી હાઈલાઈટ થવાની પણ ચૂંટણી ના જીતી શકાય તેવું પણ ક્યાંકને ક્યાંક લલિત વસોયા દ્વારા આજે કહેવામાં આવ્યું છે. એટલે કે મોરબી માં એ આમ આદમી પાર્ટીની સભામાં ઈશુદાન ગઢવીને એક કાર્યકર્તા દ્વારા એ સવાલો કરવામાં આવ્યા અને સવાલોનો સામનો કરવાની બદલે ત્યાં એક લાફાકાંડ સર્જાયો અને લાફાકાંડથી ગુજરાતની રાજનીતિ અત્યારે તેજ બની છે. સવાલો થઈ રહ્યા છે પ્રતિ આક્ષેપો થઈ રહ્યા છે. પ્રતિક્રિયાઓ આવી રહી છે તે જ રીતના હવે ભારતીય જનતા પાર્ટી અને ત્યારબાદ કોંગ્રેસ પણ આ મામલે મેદાને ઉતર્યું છે.