ઉત્તર ગુજરાતમાં ભાદરવો ભરપુરઃ પાંચેય જિલ્લાના 47 તાલુકામાં શ્રીકાર વર્ષા, પાટણમાં કંટ્રોલરૂમ કાર્યરત; બનાસકાંઠા-મહેસાણામાં સ્કૂલો-કૉલેજોમાં રજા અપાઈ

રાતે 8 થી 10 વાગ્યા સુધીના બે કલાકના સમયગાળા દરમિયાન રાજ્યના 44 તાલુકામાં વરસાદ. જે પૈકી કચ્છ જિલ્લાના રાપરમાં સૌથી વધુ 3.54 ઈંચ વરસાદ વરસ્યો છે.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Sun 07 Sep 2025 11:45 PM (IST)Updated: Sun 07 Sep 2025 11:45 PM (IST)
mehsana-news-221-taluka-gets-rain-across-the-gujarat-till-10-pm-on-7th-september-599241
HIGHLIGHTS
  • આજે આખા દિવસ દરમિયાન 221 તાલુકામાં નોંધપાત્ર વરસાદ
  • બનાસકાંઠા જિલ્લાના સૂઈગામમાં સૌથી વધુ 13.58 ઈંચ ધોધમાર વરસાદ

Mehsana | Gujarat Rain Data: ઉત્તર ગુજરાત અને તેની સાથે સંકળાયેલા દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર બનેલુ ડિપ્રેશન પશ્ચિમ દિશામાં આગળ વધીને ડીપ ડીપ્રેશનમાં ફેરવાઈ ગયું છે. જેના પગલે ઉત્તર ગુજરાતમાં મેઘરાજાનો રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં બારે મેઘ ખાંગા થયા હોય, તેવી સ્થિતિ સર્જાઈ છે. આવતીકાલે પણ ભારે વરસાદની શક્યતાને જોતા મહેસાણા અને બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આવતીકાલે તમામ સ્કૂલો અને કૉલેજો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

મહેસાણા-બનાસકાંઠા જિલ્લામાં સોમવારે સ્કૂલો-કૉલેજો બંધ રહેશે
મહેસાણા અને બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદની આગાહીના પગલે તકેદારીના ભાગરૂપે આવતીકાલે 8 સપ્ટેમ્બર સોમવારના રોજ તમામ આંગણવાડી કેન્દ્રો, શાળા, કૉલેજો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

જ્યારે પાટણ જિલ્લામાં આગામી દિવસો પણ ભારે વરસાદની શક્યતાને જોતા વહીવટી તંત્ર એલર્ટ થઈ ગયું છે. જિલ્લા કલેક્ટર દ્વારા નીચાણવાળા વિસ્તારો તેમજ નદી કિનારાની નજીક ના જવા માટે લોકોને વિનંતી કરવામાં આવી છે. આ સાથે જ પાટણ જિલ્લામાં ઈમરજન્સીની સ્થિતિમાં સંપર્ક કરી શકાય તે માટે 11 જેટલા કંટ્રોલરૂમ કાર્યરત કરીને તેના નંબર જારી કરવામાં આવ્યા છે.

છેલ્લા 2 કલાકમાં રાજ્યના 44 તાલુકામાં વરસાદ
આજે રાતે 8 થી 10 વાગ્યા સુધીમાં ગુજરાતના 44 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જે પૈકી સૌથી વધુ 3.54 ઈંચ વરસાદ કચ્છ જિલ્લાના રાપર તાલુકામાં નોંધાયો છે. આ સિવાય થરાદમાં 39 મિ.મી (1.5 ઈંચ) વરસાદ વરસ્યો છે.

જ્યારે આજે આખા દિવસ દરમિયાન રાજ્યના 221 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે જે પૈકી બનાસકાંઠા જિલ્લાના સૂઈગામમાં સૌથી વધુ 13.58 ઈંચ વરસાદ નોંધાયો છે.

ઉત્તર ગુજરાતના પાંચેય જિલ્લાના તમામ તાલુકામાં ક્યા કેટલો વરસાદ પડ્યો?

બનાસકાંઠા જિલ્લાના તાલુકાનોંધાયેલો વરસાદ
સુઇગામ323 મિ.મી (12.72 ઇંચ)
વાવ144 મિ.મી (5.67 ઇંચ)
ભાભર142 મિ.મી (5.59 ઇંચ)
થરાદ116 મિ.મી (4.57 ઇંચ)
દીયોદર89 મિ.મી (3.5 ઇંચ)
દાંતા66 મિ.મી (2.6 ઇંચ)
અમીરગઢ37 મિ.મી (1.46 ઇંચ)
વડગામ29 મિ.મી (1.14 ઇંચ)
લખાણી24 મિ.મી (0.94 ઇંચ)
પાલનપુર20 મિ.મી (0.79 ઇંચ)
ધાનેરા20 મિ.મી (0.79 ઇંચ)
કાંકરેજ14 મિ.મી (0.55 ઇંચ)
ડીસા13 મિ.મી (0.51 ઇંચ)
દાંતીવાડા6 મિ.મી (0.24 ઇંચ)
મહેસાણા જિલ્લાના તાલુકાનોંધાયેલો વરસાદ
વિજાપુર46 મિ.મી (1.81 ઇંચ)
મહેસાણા40 મિ.મી (1.57 ઇંચ)
બેચરાજી34 મિ.મી (1.34 ઇંચ)
કડી33 મિ.મી (1.3 ઇંચ)
વિસનગર32 મિ.મી (1.26 ઇંચ)
ખેરાલુ30 મિ.મી (1.18 ઇંચ)
જોટાણા30 મિ.મી (1.18 ઇંચ)
સાતલાસણા26 મિ.મી (1.02 ઇંચ)
વડનગર20 મિ.મી (0.79 ઇંચ)
ઊંઝા13 મિ.મી (0.51 ઇંચ)
પાટણ જિલ્લાના તાલુકાવરસાદના આંકડા
સાંતલપુર95 મિ.મી (3.74 ઈંચ)
રાધનપુર85 મિ.મી (3.35 ઈંચ)
હારીજ34 મિ.મી (1.34 ઈંચ)
સિદ્ધપુર23 મિ.મી (0.91 ઈંચ)
સમી21 મિ.મી (0.83 ઈંચ)
શંખેશ્વર21 મિ.મી (0.83 ઈંચ)
પાટણ12 મિ.મી (0.47 ઈંચ)
સરસ્વતી10 મિ.મી (0.39 ઈંચ)
ચાણસ્મા4 મિ.મી (0.16 ઈંચ)
અરવલ્લી જિલ્લાના તાલુકાનોંધાયેલો વરસાદ
ભિલોડા67 મિ.મી (2.64 ઈંચ)
ધનસુરા38 મિ.મી (1.5 ઈંચ)
બાયડ38 મિ.મી (1.5 ઈંચ)
મોડાસા27 મિ.મી (1.06 ઈંચ)
મેઘરજ20 મિ.મી (0.79 ઈંચ)
માલપુર5 મિ.મી (0.2 ઈંચ)
સાબરકાંઠાના તાલુકાનોંધાયેલો વરસાદ
ઈડર64 મિ.મી (2.52 ઈંચ)
પ્રાંતિજ63 મિ.મી (2.48 ઈંચ)
વિજયનગર57 મિ.મી (2.24 ઈંચ)
હિંમતનગર55 મિ.મી (2.17 ઈંચ)
વડાલી53 મિ.મી (2.09 ઈંચ)
ખેડબ્રહ્મા47 મિ.મી (1.85 ઈંચ)
પોશીના29 મિ.મી (1.14 ઈંચ)