Juangadh: ગુજરાતમાં કોંગ્રેસને ફરીથી સક્રિય કરવા માટે પાર્ટી હાઈકમાન્ડે કવાયત હાથ ધરી છે, જેના ભાગરૂપે જૂનાગઢની ભવનાથ તળેટીમાં શહેર અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખોની પ્રશિક્ષણ શિબિર ચાલી રહી છે. આ શિબિરમાં આજે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ હાજરી આપી હતી.

રાહુલ ગાંધી કેશોદ એરપોર્ટથી રોડ માર્ગે જૂનાગઢના ભવનાથ તળેટીમાં આવેલા પ્રેરણાધામ આશ્રમ પહોંચ્યા હતા. તેમના સ્વાગત માટે કાળવા ચોક ખાતે કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. જો કે આ દરમિયાન તેમના સ્વાગતમાં પાકિસ્તાની આલ્બમ સોંગ 'જીત કી લગન' વગાડવામાં આવ્યું હતું, જેના કારણે વિવાદ સર્જાયો છે. આ ગીત મૂળ પાકિસ્તાની ક્રિકેટર માટે બનાવવામાં આવ્યું હતું.
હરિયાણા, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં વોટચોરી થઈ: રાહુલ ગાંધી
જૂનાગઢમાં ભવનાથ ખાતે ચાલી રહેલી કોંગ્રેસની 10 દિવસની પ્રશિક્ષણ શિબિરમાં ભાગ લેવા આજે લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધી આવી પહોંચ્યા છે. કેશોદ એરપોર્ટ ઉપર પત્રકારો સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું કે, દેશમાં મુખ્ય મુદ્દો તો વોટ ચોરીનો છે. અમે હરિયાણા, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં વોટચોરી થઇ છે તે બતાવ્યું.
