Junagadh: કોંગ્રેસ સંગઠનને મજબૂત કરવા 10મીથી પ્ર-શિક્ષણ શિબિર, રાહુલ ગાંધી પણ હાજરી આપી શકે

10 સપ્ટેમ્બરે કોંગ્રેસના રાષ્ટ્રય અધ્યક્ષ જૂનાગઢ આવી શિબિરનો પ્રારંભ કરાવશે. જેમાં કેસી વેણુગોપાલ અને કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક પણ ઉપસ્થિત રહેશે.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Tue 09 Sep 2025 07:23 PM (IST)Updated: Tue 09 Sep 2025 07:23 PM (IST)
junagadh-news-congress-talim-shibir-held-at-preranadham-ashram-rahul-gandhi-to-attend-600312
HIGHLIGHTS
  • ભવનાથ તળેટી સ્થિત પ્રેરણાધામ આશ્રમમાં શિબિરનું આયોજન
  • 19 સપ્ટેમ્બર સુધી કોંગ્રેસની શિબિર ચાલશે

Juangadh: કોંગ્રેસે પોતાના સંગઠનને મજબૂત કરવા માટે કવાયત શરૂ કરી છે. કોંગ્રેસે સંગઠન સૃજન અભિયાન બાદ ગુજરાતમાં નવસર્જન કરતા અનેક જિલ્લા અને શહેરોના પ્રમુખો બદલ્યા છે. હવે આ નવનિયુક્ત પ્રમુખોને પ્રશિક્ષણ આપવા માટે જૂનાગઢના ભવનાથ તળેટીમાં આવેલા પ્રેરણાધામ આશ્રમમાં એક વિશેષ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પ્રશિક્ષણ શિબિર 10મી સપ્ટેમ્બરથી 19મી સપ્ટેમ્બર સુધી ચાલશે, જેનો પ્રારંભ બુધવારે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના હસ્તે થશે.

ખડગે સવારે 10 વાગ્યે કેશોદ એરપોર્ટ પર આવશે અને ત્યારબાદ 11:30 વાગ્યે શિબિરનો પ્રારંભ કરાવશે. આ શિબિરમાં સંગઠન મહામંત્રી કે.સી. વેણુગોપાલ અને ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક સહિતના અગ્રણી નેતાઓ પણ હાજર રહેશે. આગામી દિવસોમાં રાહુલ ગાંધી પણ એક દિવસ માટે આ શિબિરમાં હાજરી આપે તેવી શક્યતા છે.

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાથે સંગઠન મહામંત્રી કે.સી. વેણુગોપાલ અને ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક સહિતના રાષ્ટ્રીય અને પ્રદેશ નેતાઓ હાજર રહેશે. સૂત્રોના જણાવ્યા મુજબ, આગામી દિવસોમાં રાહુલ ગાંધી પણ એક દિવસ માટે શિબિરમાં હાજરી આપી શકે છે.