Gopal Italia News: ગઈકાલે શ્રીકૃષ્ણ જન્માષ્ટમીના પવિત્ર પ્રસંગે બગડું ખાતે ધારાસભ્ય ગોપાલ ઈટાલીયા દ્વારા ભવ્ય જન્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સર્વ સમાજના લોકો ઉમટ્યા હતા. ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ પ્રસંગે મહારાસ યોજાયો હતો. જેમાં લોકો સાથે ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પણ મહારાસ મનમૂકીને રમ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, આ ભવ્ય ઉજવણી ગત તારીખ 16 ઓગસ્ટ 2025, શનિવારના રોજ “લેઉવા પટેલ સમાજ” મેંદરડા રોડ, બગડું ખાતે યોજાઈ હતી. આ કાર્યક્રમની શરૂઆત મહેમાનોના આગમનથી થઈ હતી. રાત્રે 8:30થી 10:00 સુધી ધ્રુવ આહિરની રાસ મંડળી દ્વારા મનમોહક રાસની રજૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ, 10:00થી 11:00 સુધી વિવિધ ગામોની રાસ મંડળીઓ પોતાની કલા રજૂ કરી હતી. આ પછી રાત્રે 11:15થી 11:30 દરમિયાન મહાનુભાવોના વક્તવ્ય થયા હતા અને ત્યારબાદ 11:40થી શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉજવણી થઈ હતી. આ પછી મહારાસ યોજાયો હતો. જેમાં ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા સહિત સ્થાનિક લોકો ગરબે ઘૂમ્યા હતા.
આ કાર્યક્રમનું આયોજન વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય ગોપાલ ઈટાલીયા દ્વારા કરવામાં આવ્યું હતું. નિમંત્રકોમાં રાજુભાઈ બોરખતરિયા, હરેશભાઈ સાવલિયા અને કૈલાસ સાવલિયાએ લોકોને આમંત્રણ મોકલ્યું હતું. આ પવિત્ર પ્રસંગે સમગ્ર સમાજને આમંત્રણ આપવામાં આવ્યું હતું. “નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી”ના નાદ સાથે આવો, સૌ સાથે મળીને શ્રી કૃષ્ણનો જન્મોત્સવ ધામધૂમથી ઉજવી હતી.