આજે ઉત્તર ગુજરાતના મહેસાણા, સાબરકાંઠા, મહીસાગર, બનાસકાંઠા અને અરવલ્લી જિલ્લાઓમાં વિવિધ સ્થળોએ નોંધપાત્ર વરસાદ પડ્યો છે. હવામાન વિભાગે જાહેર કરેલા આંકડા મુજબ સવારના છ વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીમાં ગુજરાતના કુલ 114 તાલુકામાં વરસાદ પડ્યો છે. તેમા સૌથી વધારે ખેડાના કપડવંજમાં પોણા પાંચ ઈંચ અને ભાવનગરના તળાજામાં ત્રણ ઈંચ પડ્યો છે. સાથે ઉત્તર ગુજરતાના તમામ જિલ્લામાં પણ સારો એવો વરસાદ પડ્યો છે.
મહેસાણા જિલ્લામાં વરસાદ
- વિસનગર તાલુકામાં સૌથી વધુ 49 મિલીમીટર (1.93 ઇંચ) વરસાદ પડ્યો હતો.
- સાતલાસણામાં 13 મિલીમીટર (0.51 ઇંચ).
- ખેરાલુમાં 10 મિલીમીટર (0.39 ઇંચ).
- વડનગરમાં 5 મિલીમીટર (0.2 ઇંચ).
- વિજાપુર અને મહેસાણા તાલુકામાં 4-4 મિલીમીટર (0.16 ઇંચ) વરસાદ નોંધાયો હતો.
સાબરકાંઠા જિલ્લામાં વરસાદ
- તલોદ તાલુકામાં સૌથી વધુ 68 મિલીમીટર (2.68 ઇંચ) વરસાદ નોંધાયો હતો.
- પ્રાંતિજમાં 31 મિલીમીટર (1.22 ઇંચ).
- હિંમતનગરમાં 17 મિલીમીટર (0.67 ઇંચ).
- વિજયનગરમાં 1 મિલીમીટર (0.04 ઇંચ).
મહીસાગર જિલ્લામાં વરસાદ
- બાલાસિનોર તાલુકામાં 33 મિલીમીટર (1.3 ઇંચ) વરસાદ નોંધાયો હતો.
- લુણાવાડા અને વીરપુર બંને તાલુકાઓમાં 10-10 મિલીમીટર (0.39 ઇંચ) વરસાદ પડ્યો હતો.
અરવલ્લી જિલ્લામાં વરસાદ
- ભિલોડા તાલુકામાં સૌથી વધુ 26 મિલીમીટર (1.02 ઇંચ) વરસાદ નોંધાયો હતો.
- ધણસુરામાં 15 મિલીમીટર (0.59 ઇંચ).
- બાયડમાં 8 મિલીમીટર (0.31 ઇંચ).
બનાસકાંઠા જિલ્લામાં નોંધાયેલ વરસાદ
- ધાનેરા તાલુકામાં 12 મિલીમીટર (0.47 ઇંચ) વરસાદ નોંધાયો હતો.
- થરાદમાં 9 મિલીમીટર (0.35 ઇંચ).
- લાખાણીમાં 4 મિલીમીટર (0.16 ઇંચ).
- દાંતામાં 2 મિલીમીટર (0.08 ઇંચ).
- વડગામમાં 2 મિલીમીટર (0.08 ઇંચ).
- કાંકરેજમાં 2 મિલીમીટર (0.08 ઇંચ).