Gandhinagar News: અમિત શાહની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં 14-15 સપ્ટેમ્બરે અખિલ ભારતીય રાજભાષા સંમેલન યોજાશે

મહાત્મા મંદિર ખાતે મેડિકલ ટીમ, એમ્બ્યુલન્સ, ડાયવર્ઝન, ટ્રાફિક વ્યવસ્થાની જાળવણી તથા સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજન વગેરે વિશેની વ્યવસ્થાઓની સમીક્ષા કરવામાં આવી હતી.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Fri 12 Sep 2025 08:16 PM (IST)Updated: Fri 12 Sep 2025 08:16 PM (IST)
amit-shah-to-chair-all-india-rajbhasha-sammelan-on-september-14-15-at-mahatma-mandir-602156

Gandhinagar News: કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં ગાંધીનગર જિલ્લામાં મહાત્મા મંદિર ખાતે તા. 14 અને 15 સપ્ટેમ્બરના રોજ હિન્દી દિવસ-2025 અને પાંચમું અખિલ ભારતીય રાજભાષા સંમેલન યોજાશે. જે અન્વયે કલેકટર મેહુલ દવેની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી.

બેઠકમાં સંમેલનની વ્યવસ્થા માટે કાર્યરત કેન્દ્રીય સમિતિ અને કલેકટર દ્વારા મહાત્મા મંદિર ખાતે મેડિકલ ટીમ, એમ્બ્યુલન્સ, ડાયવર્ઝન, ટ્રાફિક વ્યવસ્થાની જાળવણી તથા સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજન વગેરે વિશેની વ્યવસ્થાઓની સમીક્ષા કરવામાં આવી હતી.સંમેલનમાં અંદાજે 7 હજાર અધિકારીઓ ઉપસ્થિત રહેશે.

બેઠકમાં અધિક નિવાસી કલેક્ટર નિશા શર્મા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી કાદંમ્બરીબેન ત્રિવેદી, સબ ફાયર ઓફિસર રાજેશ પટેલ, જિલ્લા યુવા વિકાસ અધિકારી તેજલબા ચૌહાણ, માર્ગ- મકાન અને અન્ય વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.