Dang Rain News: હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા કેટલાક દિવસથી રાજ્યના હવામાનમાં પલટો આવ્યો છે. અરબસાગરમાં કરંટ આવ્યો છે અને વરસાદી સિસ્ટમ બની છે. જેથી છેલ્લા 24 કલાકથી રાજ્યના મોટાભાગના વિસ્તારમાં વરસાદ થઈ રહ્યો છે. જે અંતર્ગત સવારે 6થી 8 વાગ્યા સુધી 3 તાલુકામાં વરસાદ થયો છે.
મહત્ત્વનું છે કે, ગઈકાલે સૌરાષ્ટ્ર, દક્ષિણ ડાંગ અને મધ્ય ડાંગમાં ધોધમાર વરસસાદ વરસ્યો છે. વરસાદ પડતા લોકો ભારે હાલાકીમાં મુકાયા છે. ધંધા-રોજગાર પર જતા લોકોને ભારે અગવડતા પડી છે.
આજે સવારે 6થી 8 વાગ્યા સુધીમાં કેટલો વરસાદ થયો તે જાણો…
- ડાંગ-આહવા તાલુકામાં 0.35 ઈંચ વરસાદ
- સુબીર તાલુકામાં 0.16 ઈંચ વરસાદ
- વઘઈ તાલુકામાં 0.8 ઈંચ વરસાદ
ગઈકાલે કયા તાલુકામાં કેટલો વરસાદ પડ્યો તે જાણો…
- સુબીર તાલુકામાં 5.28 ઈંચ વરસાદ
- વઘઈ તાલુકામાં 3.19 ઈંચ વરસાદ
- ડાંગ-આહવા તાલુકામાં 2.72 ઈંચ વરસાદ