Kutch News: કચ્છમાં ભારે વરસાદની પરિસ્થિતિ વચ્ચે NDRFની રેસ્ક્યુ ટીમ સ્ટેન્ડ બાય કરવામાં આવી

લેક્ટરશ્રી આનંદ પટેલના માર્ગદર્શન હેઠળ તંત્ર દ્વારા જોખમી માર્ગો બંધ કરવા સાથે નીચાણવાળા વિસ્તારમાંથી લોકોના સ્થળાંતર સહિતના પગલા ભરાયા છે.

By: Nilesh ZinzuwadiaEdited By: Nilesh Zinzuwadia Publish Date: Mon 08 Sep 2025 08:04 PM (IST)Updated: Mon 08 Sep 2025 08:04 PM (IST)
ndrf-rescue-team-on-standby-amid-heavy-rains-in-kutch-599760

Kutch News: કચ્છમાં ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાને લઈને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુરક્ષાના સુચારૂ પગલાના ભાગરૂપે ભુજના માધાપરમાં NDRFની રેસ્ક્યુ ટીમ તૈનાત છે. કચ્છમાં છેલ્લા 24 કલાકમાં જ નોંધપાત્ર વરસાદ પડ્યો છે.

કલેક્ટર આનંદ પટેલના માર્ગદર્શન હેઠળ તંત્ર દ્વારા જોખમી માર્ગો બંધ કરવા સાથે નીચાણવાળા વિસ્તારમાંથી લોકોના સ્થળાંતર સહિતના પગલા ભરાયા છે. લોકોને મુશ્કેલી ન પડે તે માટે રેસ્ક્યુ ટીમ, તમામ પ્રકારની વ્યવસ્થા સાથે તંત્ર ખડેપગે છે.
કચ્છમાં હાલના વરસાદી માહોલ તથા જિલ્લામાં કરવામાં આવેલી પૂર્વ તૈયારીઓ વિશે વાત કરતાં NDRF ટીમ કમાન્ડર ઈન્સ્પેક્ટર બસંત તીરકે એ જણાવ્યું હતું કે, કમાન્ડર સુરેન્દ્રરસિંહ તથા એસયુસી ગાંધીનગર દ્વારા તેમની ટીમ 6J ને સરહદી જિલ્લા કચ્છમાં સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. અમારી ટીમ 30 જેટલા ટીમ મેમ્બર સાથે વિવિધ સાધનોથી સજ્જ અને એલર્ટ મોડમાં છે.

NDRFટીમની કામગીરી વિશે વાત કરતાં ટીમ કમાન્ડર ઈન્સ્પેક્ટર એ જણાવ્યું હતું કે, તેમની ટીમ એફડબ્લ્યુઆર અને સીએસએસઆર ઓપરેશન માટે સક્ષમ છે, તેમની ટીમ પાસે બોટ, લાઈવરીંગ બોલ, જેકેટ ઉપલબ્ધ છે. જ્યારે વધુ વરસાદ જેવી સ્થિતિ બને છે અને અમુક સમયે ઇમારતો ધરાસાઈ થઈ જતી હોય છે. સીએસએસઆર ઓપરેશન કરવાની આવશ્યકતા ઉભી થાય છે. આવી પરિસ્થિતિમાં તેમની પાસે કટીંગના સાધનો જેવા કે, વિવિધ પ્રકારના કટર, ચીપીંગ હેમર, આરપીસા, આરઆરસા સહિતના સાધનો ઉપલબ્ધ છે, જેથી તેઓ પૂર જેવી આપતિના સમયે લોકોને રેસ્ક્યુ કરી શકે છે. વધુમાં તેઓએ ઉમેર્યું હતુ કે, દરેક સાધનોથી સજ્જ તેમની ટીમ બચાવ કાર્ય કરવા માટે તૈયાર છે.