Kutch Rain News Update: ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 222 તાલુકામાં હળવાથી લઇને અતિભારે વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ બનાસકાંઠા જિલ્લાના સુઇગામમાં 17 ઇંચ નોંધાયો છે. તેમજ ભાભરમાં 13 ઇંચ, વાવમાં 13 ઇંચ, થરાદમાં 12 ઇંચ, દિયોદરમાં 7 ઇંચ વરસાદ નોંધાયો છે. તેમજ કચ્છ જિલ્લાની વાત કરવામાં આવે તો, રાપરમાં 13 ઇંચ, પાટણના સાંતલપુરમાં 8 ઇંચ, રાધનપુરમાં 7 ઇંચ આમ ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે.
ચિત્રોડ-રાપર-બાલાસર રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ કરાયો
કચ્છ જિલ્લામાં ભારે વરસાદના લીધે રાપર તાલુકામાં નેશનલ હાઇવે નંબર ૯૨૭ સી(ચિત્રોડ-રાપર-બાલાસર) વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવેલ છે. આ રસ્તા ઉપર અવરજવર ન કરવા જાહેર જનતાને અનુરોધ કરવામાં આવે છે. વાહનચાલકો વૈકલ્પિક રૂટ તરીકે રાપર-કલ્યાણપર-સેલારી-ફતેહગઢ-મોવાણા-બાલાસર રોડનો ઉપયોગ કરી શકશે.
કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા
કચ્છ જિલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાને લઈને નાગરિકોની સહાયતા તેમજ માર્ગદર્શન માટે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે. નાગરિકો કોઈપણ સહાયતા માટે જિલ્લા કંટ્રોલ રૂમ (૦૨૮૩૨-૨૫૦૯૨૩/૨૫૨૩૪૭) અને તાલુકા કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા અનુરોધ છે.
તાલુકા કંટ્રોલ રૂમમાં નાગરિકોને ભુજ માટે ૦૨૮૩૨-૨૩૦૮૩૨, માંડવી માટે ૦૨૮૩૪-૨૨૨૭૧૧, મુન્દ્રા માટે ૦૨૮૩૮-૨૨૨૧૨૭, અંજાર માટે ૦૨૮૩૬-૨૪૨૫૮૮, ગાંધીધામ માટે ૦૨૮૩૬-૨૫૦૨૭૦, ભચાઉ માટે ૦૨૮૩૭-૨૨૪૦૨૬, રાપર માટે ૦૨૮૩૦-૨૨૦૦૦૧, નખત્રાણા માટે ૦૨૮૩૫-૨૨૨૧૨૪, અબડાસા માટે ૦૨૮૩૧-૨૨૨૧૩૧ અને લખપત માટે ૦૨૮૩૯-૨૩૩૩૪૧ ઉપર સંપર્ક કરી શકાશે.
કચ્છમાં ૬ જેટલા રસ્તાઓ પ્રભાવિત થતા વાહન વ્યવહાર બંધ કરાયો
કચ્છ જિલ્લામાં ભારે વરસાદના લીધે વિવિધ ૬ જેટલા રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવેલા છે. આ રસ્તાઓ ઉપર અવરજવર ન કરવા જાહેરજનતાને કચ્છ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અનુરોધ છે.
- ત્રંબો જેસડા રવ રવેચી રોડ (રાપર તાલુકો)
- ભચાઉ રામવાવ રાપર રોડ (રાપર તાલુકો)
- સુવઈ ગવરીપર રોડ (રાપર તાલુકો)
- વામકા લખાવટ કરમરિયા રોડ (ભચાઉ તાલુકો)
- સતાપર અજાપર મોડવદર મીઠી-રોહર રોડ (ગાંધીધામ તાલુકા)
- તુગા જુણા રોડ (ભુજ તાલુકો)
ભારે વરસાદની પરિસ્થિતિમાં કચ્છ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સમયાંતરે આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા તેમજ ભયજનક નદી નાળા તેમજ નીચાણવાળા વિસ્તારમાં ન જવા અનુરોધ છે.
તાજેતરના 24 કલાકના વરસાદના આંકડા મુજબ, કચ્છ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળ્યો છે. જિલ્લાના વિવિધ તાલુકાઓમાં પડેલા વરસાદની વિગતો નીચે મુજબ છે.
- રાપર તાલુકામાં સૌથી વધુ 317 મિ.મી. (12.48 ઇંચ) વરસાદ નોંધાયો છે.
- ગાંધીધામ તાલુકામાં 87 મિ.મી. (3.43 ઇંચ) વરસાદ પડ્યો છે.
- અંજાર તાલુકામાં 83 મિ.મી. (3.27 ઇંચ) વરસાદ નોંધાયો છે.
- ભુજ તાલુકામાં 76 મિ.મી. (2.99 ઇંચ) વરસાદ થયો છે.
- ભચાઉ તાલુકામાં 74 મિ.મી. (2.91 ઇંચ) વરસાદ નોંધાયો છે.
- લખપત તાલુકામાં 65 મિ.મી. (2.56 ઇંચ) વરસાદ પડ્યો છે.
- નખત્રાણા તાલુકામાં 57 મિ.મી. (2.24 ઇંચ) વરસાદ નોંધાયો છે.
- મુંદ્રા તાલુકામાં 24 મિ.મી. (0.94 ઇંચ) વરસાદ થયો છે.
- અબડાસા તાલુકામાં 21 મિ.મી. (0.83 ઇંચ) વરસાદ નોંધાયો છે.
આ આંકડા દર્શાવે છે કે કચ્છ જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં સારો એવો વરસાદ થયો છે, જેમાં રાપર તાલુકામાં સૌથી વધુ વરસાદ પડ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 222 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમા સૌથી વધારે બનાસકાંઠા જિલ્લામાં પડ્યો હતો.