અદાણી પોર્ટથી 'મેઈડ ઈન ઈન્ડિયા' રેલ્વે એન્જિનોની નિકાસ, ભારતમાં બનાવેલા રેલવે એન્જિનો પશ્ચિમ આફ્રિકાના દેશોમાં રવાના

મુન્દ્રા અદાણી પોર્ટથી બિહારમાં બનેલા 'મેડ ઈન ઈન્ડિયા' રેલવે એન્જિનોની નિકાસ શરૂ, ગિની સહિત પશ્ચિમ આફ્રિકામાં ભારતીય ટેકનોલોજીની ગુંજ.

By: Dharmendra ThakurEdited By: Dharmendra Thakur Publish Date: Sat 13 Sep 2025 03:04 PM (IST)Updated: Sat 13 Sep 2025 03:04 PM (IST)
adani-port-made-in-india-railway-engine-export-guinea-602515

મુંદરા, અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (APSEZ) દ્વારા સંચાલિત મુન્દ્રા પોર્ટથી આફ્રિકાના ગિની દેશ સુધી અદ્યતન લોકોમોટિવ્સ નિકાસ થયા. બિહારમાં ધમધમતા કારખાનાઓમાં બનાવેલ આ 'મેડ ઇન ઇન્ડિયા' રેલવે એન્જિન દેશની વધતી જતી ઔધ્યોગિક તાકાત, ઉત્પાદન શક્તિ અને ભારતીય પ્રોડક્ટને વૈશ્વિક બજારો સાથે જોડવામાં અદાણી પોર્ટ ની મુખ્ય ભૂમિકા દર્શાવે છે.

બિહારની ફેક્ટરીમાં બનેલા અદ્યતન લોકોમોટિવ્સ

આ રેલવે એન્જિનોનું ઉત્પાદન બિહારના મારહોરા, સારણમાં સ્થિત લોકોમોટિવ ફેક્ટરીમાં કરવામાં આવી રહ્યું છે તથા ભારતીય રેલ્વે અને ભારત સરકારના સહયોગથી પશ્ચિમ આફ્રિકાના મોરેબાયા, ગુનિયામાં વધુ નિકાસ માટે કરવામાં આવી રહ્યું છે.

દર મહિને 1-2 એન્જિન નિકાસ કરવાની યોજના

દર મહિને આશરે 1-2 લોકોમોટિવ્સની નિકાસ કરવાની યોજના છે અને અંદાજે 150 એન્જિનો નિકાસ કરાશે, આ લોકોમોટિવ્સ વિદેશી ખરીદનારની જરૂરિયાત મુજબ 1.435 મીટરના સ્ટાન્ડર્ડ ગેજ રેલવે લાઇન પર દોડવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે. તે મુજબ, આ લોકોમોટિવ્સ તેના પ્લાન્ટથી મુન્દ્રા પોર્ટ સુધી ભારતના બ્રોડગેજ રેલ્વે ટ્રેક પર મુસાફરી કરશે.

મુન્દ્રા પોર્ટનું માળખાકીય મહત્વ

મુન્દ્રા ખાતે અદાણી પોર્ટ્સની ટીમે બોગી ટ્રાન્સફર, પરિવહન અને હેવી લોકોમોટિવ્સના શિપમેન્ટનું કુશળતાપૂર્વક હેન્ડલિંગ કર્યું હતું. મુન્દ્રા પોર્ટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, 'અમે ફક્ત મશીનરી જ નહીં ભારતની ક્ષમતાઓને વિશ્વકક્ષાએ ઉજાગર કરી રહ્યા છીએ.'

ભારતીય એન્જિનિયરિંગ અને ટેકનોલોજીથી બનેલા આ લોકોમોટિવ્સ બિહારના વર્કશોપથી લઈને ગુજરાતના દરિયાકિનારા સુધીની દેશની સીમલેસ સપ્લાય ચેઇન ઉજાગર કરે છે. અદાણી પોર્ટની માળખાગત સુવિધાઓએ આ હેવી રેલવે એન્જિન ને હેન્ડલ કરવાની દરેક ચેલેન્જ સરળ બનાવી હતી. APSEZ ના અધિકારીએ જણાવ્યું હતું કે, 'ભારત સતત વિકાસના માર્ગે આગળ વધી રહ્યું છે, અમે વિશ્વ માટે નિર્માણ, સ્થળાંતર અને ડિલિવરી કરી રહ્યા છીએ.'

જેમ જેમ આ લોકોમોટિવ્સ ગિની તરફ પ્રયાણ કરી રહ્યું છે, તેમ તેમ ભારતીય એન્જિનિયરિંગ અને લોજિસ્ટિકલ કૌશલ્યની સમર્પિત નિષ્ઠા અને કીર્તિ વધી રહી છે.

વૈશ્વિક બજારમાં ભારતની વધતી હાજરી

આ સીમાચિહ્નરૂપ સિદ્ધિ આર્થિક વિકાસથી લઈને વૈશ્વિક વ્યાપાર માં ભારતનો ડંકો વગાડે છે, રેલવે એન્જિન જેવા જટિલ કાર્ગોની નિકાસને પોસિબલ બનાવતુ મુન્દ્રા પોર્ટ ભારતના વ્યાપારિક માળખાને વધુ મજબૂત બનાવે છે, રોજગારીનું સર્જન અને સ્થાનિક અર્થતંત્રને વેગ આપે છે. વળી આ સફળતા વિદેશી રોકાણને પણ આકર્ષે છે.