Western Railway: યાત્રિયોની સુવિધા માટે અને વધારાના ધસારાને સમાયોજિત કરવા માટે પશ્ચિમ રેલવે બાંદ્રા ટર્મિનસ અને પાલીતાણા સ્ટેશનો વચ્ચે "સમર સ્પેશિયલ ટ્રેન" ચલાવશે. ભાવનગર ડિવિઝનના સીનીયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર અતુલ કુમાર ત્રિપાઠીના જણાવ્યા મુજબ, આ ટ્રેનનું વિગતવાર વર્ણન નીચે મુજબ છે:
ટ્રેન નંબર 09009/09010 બાંદ્રા ટર્મિનસ-પાલીતાણા સુપરફાસ્ટ સ્પેશિયલ
- ટ્રેન નંબર 09009 બાંદ્રા ટર્મિનસ - પાલીતાણા સુપરફાસ્ટ સ્પેશિયલ રવિવાર, 18 મે, 2025ના રોજ સાંજે 7:25 કલાકે બાંદ્રા ટર્મિનસથી ઉપડશે જે બીજા દિવસે સવારે 9:25 કલાકે પાલીતાણા પહોંચશે.
- તેવી જ રીતે, ટ્રેન નંબર 09010 પાલીતાણા-બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ સોમવાર, 19 મે, 2025ના રોજ પાલીતાણાથી 8:30 કલાકે ઉપડશે અને બીજા દિવસે સવારે 10:45 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે.
આ ટ્રેન બોરીવલી, પાલઘર, વાપી, વલસાઢ, નવસારી, સુરત, વડોદરા, આણંદ, અમદાવાદ, બોટાદ, ધોળા, સોનગઢ અને સિહોર (ગુજરાત) સ્ટેશનો પર બંને દિશામાં ઉભી રહેશે. આ ટ્રેનમાં થર્ડ એસી ઇકોનોમી અને એસી ચેરકાર કોચ હશે.
ટ્રેન નંબર 09009/09010 માટે બુકિંગ 16 મે, 2025 (શુક્રવાર)થી તમામ PRS કાઉન્ટર્સ પર અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનોના સમય, સ્ટોપેજ અને કમ્પોઝિશન સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને વેબસાઇટ www.enquiry.indianrail.gov.inની મુલાકાત લઈ શકે છે.