PM Modi Gujarat Visit Schedule: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 20 સપ્ટેમ્બર, શનિવારના રોજ ભાવનગરની મુલાકાતે આવી રહ્યા છે. તેમની આ મુલાકાતને લઈને સ્થાનિક જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ અને મહાનગરપાલિકા દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જોકે, હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
વડાપ્રધાન ભાવનગરમાં બે કલાકથી વધુ સમય રોકાણ કરશે. ભાવનગરના જવાહર મેદાનમાં કાર્યક્રમ યોજાઇ શકે છે. આ સમય દરમિયાન શિપિંગ મંત્રાલય દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત રહેશે અને શિપિંગ સંબંધિત નવી નીતિઓની જાહેરાત કરી શકે છે. આ ઉપરાંત, કેટલાક મહત્વપૂર્ણ એમઓયુ પણ કરવામાં આવશે.
આ ઉપરાંત, ભાવનગર મહાનગરપાલિકાના અંદાજે રુ.100 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ પણ વડાપ્રધાનના હસ્તે થશે. આ કાર્યક્રમો સાથે વડાપ્રધાનનો રોડ શો પણ યોજાય તેવી શક્યતા છે, જેના માટે તખ્તો ગોઠવવામાં આવી રહ્યો છે.