Bhavnagar to Surat Trains: ભાવનગર અને સુરત વચ્ચે ડેઈલી ઈન્ટરસિટી ટ્રેન કરવાની લોકોની માગણી ઉઠી છે. તાજેતરમાં ગુજરાતી જાગરણે ભાવનગર સાબરમતી ઈન્ટરસિટીમાં કોચનો વધારો કર્યો તે સમાચાર પ્રસિદ્ધ કર્યા હતા. જે ન્યૂઝ ગુજરાતી જાગરણે સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતા. તેમા ભાવનગરના અનેક વાંચકોએ કોમેન્ટ કરીને કહ્યું હતું કે ભાવનગર અને સુરતને જોડતી ડેઈલી એક ઈન્ટરસિટી ટ્રેન હોવી જોઈએ. જેથી લોકોને પુરતી સુવિધા મળી રહે. હાલ પ્રકારની સુવિધા ન હોવાથી લોકોએ ખાનગીબસ અને ગુજરાતી એસટીનો સહારો લઈને સુરત જવું પડે છે. પરંતુ તેની સામે જો આ પ્રકારની ટ્રેન હોય તો લોકોની સુવિધા સચવાય.

હાલ કઈ ટ્રેન દોડે છે
હાલ ભાવનગર અને સુરત વચ્ચે ભાવનગર બાંદ્રા સુપરફાસ્ટ એક્સપ્રેસ દોડે છે. આ BVC BDTS SF EXP (12972) ટ્રેન દરરોજ ભાવનગરથી સાંજના 6.39 વાગ્યે ઉપડે છે અને સુરત બીજા દિવસે વહેલી સવારે 3.24 વાગ્યે પહોંચાડે છે. આ BHAVNAGAR TRMUS BANDRA TERMINUS EXPRESS (12972) ટ્રેનના ભાડાની વાત કરીએ તો સ્લિપર કોચના 350 રૂપિયા છે. જ્યારે AC 2 Tierના 1275 રૂપિયા, AC First Classના 2115 રૂપિયા છે.

ટ્રેન સંબંધિત તમારા સુચનો અને પ્રતિભાવો અમને મોકલતા રહેશો જેથી અમે આ અંગેની રજૂઆત યોગ્ય તંત્ર સુધી કરી શકીએ. જેથી લોકોના પ્રશ્નોને વાચા અને સમાધાન મળે.