Aravalli Rain: છેલ્લા 24 કલાકમાં અરવલ્લી જિલ્લામાં 6 તાલુકામાં વરસાદ, 4 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ

છેલ્લા 24 કલાકથી રાજ્યના કેટલાક વિસ્તારમાં વરસાદ થઈ રહ્યો છે. જે અંતર્ગત છેલ્લા 24 કલાકમાં અરવલ્લીના 6 તાલુકામાં વરસાદ થયો છે.

By: Kishan PrajapatiEdited By: Kishan Prajapati Publish Date: Sun 27 Jul 2025 09:27 AM (IST)Updated: Sun 27 Jul 2025 09:27 AM (IST)
weather-update-heavy-rain-in-aravallis-district-27-07-2025-573990
HIGHLIGHTS
  • ગઈકાલે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસસાદ વરસ્યો છે.
  • અરવલ્લીમાં છેલ્લા 24 કલાકમાં 7 તાલુકામાં 4 ઈંચથી વધુ વરસાદ થયો છે.

Aravalli Rain News: હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા કેટલાક દિવસથી રાજ્યના હવામાનમાં પલટો આવ્યો છે. અરબસાગરમાં કરંટ આવ્યો છે અને વરસાદી સિસ્ટમ બની છે. જેથી છેલ્લા 24 કલાકથી રાજ્યના કેટલાક વિસ્તારમાં વરસાદ થઈ રહ્યો છે. જે અંતર્ગત છેલ્લા 24 કલાકમાં અરવલ્લીના 6 તાલુકામાં વરસાદ થયો છે.

મહત્ત્વનું છે કે, ગઈકાલે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસસાદ વરસ્યો છે. વરસાદ પડતા લોકો ભારે હાલાકીમાં મુકાયા છે. ધંધા-રોજગાર પર જતા લોકોને ભારે અગવડતા પડી છે. છેલ્લા 24 કલાકમાં અરવલ્લીના 6 તાલુકામાં વરસાદ થયો છે. જેમાં 7 તાલુકામાં 4 ઈંચથી વધુ વરસાદ થયો છે.

ગઈકાલે કયા તાલુકામાં કેટલો વરસાદ પડ્યો તે જાણો…

  • મોડાસા તાલુકામાં 158 મિ.મી. (6.22 ઇંચ) વરસાદ નોંધાયો.
  • ધાણસુરા તાલુકામાં 89 મિ.મી. (3.50 ઇંચ) વરસાદ નોંધાયો.
  • બાયડ તાલુકામાં 81 મિ.મી. (3.19 ઇંચ) વરસાદ નોંધાયો.
  • માલપુર તાલુકામાં 63 મિ.મી. (2.48 ઇંચ) વરસાદ નોંધાયો.
  • મેઘરજ તાલુકામાં 12 મિ.મી. (0.47 ઇંચ) વરસાદ નોંધાયો.
  • ભિલોડા તાલુકામાં 12 મિ.મી. (0.47 ઇંચ) વરસાદ નોંધાયો.