Amul Dairy Elections 2025 Updates: આજે અમૂલ ડેરીની 9 બેઠકો પર ચૂંટણી હાથ ધરાઈ, 833માંથી 813 મતદાતાઓએ કર્યું મતદાન

અમુલ ચૂંટણી અધિકારી અને આણંદ પ્રાંત અધિકારીએ જણાવ્યું છેકે, આજ રોજ તારીખ 10 સપ્ટેમ્બરના દિવસે અમુલ નિયામક મંડળની ચૂંટણી માટેની વોટિંગ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છ

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Wed 10 Sep 2025 11:29 AM (IST)Updated: Wed 10 Sep 2025 04:18 PM (IST)
amul-dairy-elections-2025-live-updates-voting-underway-for-9-board-seats-600578

Anand News: આજે અમૂલ ડેરીની 9 બેઠકો પર ચૂંટણી હાથ ધરવામાં આવી હતી. સવારે 9 વાગ્યે મતદાન પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી જે બપોરે 3 વાગ્યા સુધી ચાલી હતી. હાલ શાંતિપૂર્ણ રીતે મતદાન થયું હતું. સવારે મતદાન કરવા લાંબી કતાર જોવા મળી હતી. 833 માંથી 813 મતદાતાઓએ મત આપ્યો છે. એટલે કુલ 97.48 ટકા મતદાન થયું છે.

આજે સવારે અમુલ ચૂંટણી અધિકારી અને આણંદ પ્રાંત અધિકારીએ જણાવ્યું છેકે, આજ રોજ તારીખ 10 સપ્ટેમ્બરના દિવસે અમુલ નિયામક મંડળની ચૂંટણી માટેની વોટિંગ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. કુલ આઠ બ્લોક તથા એક વ્યક્તિગત સભાસદનો બ્લોક એમ કરીને કુલ નવ બ્લોકમાં હાલ વોટિંગની પ્રક્રિયા શરૂ છે. સવારે 9 વાગ્યાથી વોટિંગની પ્રક્રિયા શરૂ કરેલ છે અને બપોરે 3 વાગ્યા સુધી સદર પ્રક્રિયા ચાલુ રહેનાર છે. દરેકે દરેક મતદારને વ્યવસ્થા વ્યવસ્થાના ભાગરૂપે તેમને પોતાના મતદાન મથકનું દિશા ચિન્હ મળી રહે તથા તેઓને અન્ય સુવિધાઓ મળી રહે તે બાબતો સુનિશ્ચિત કરવામાં આવેલી છે.

આણંદ અમૂલ ડેરીના નિયામક મંડળની 12 બઠેક અને એક વ્યક્તિગત મળીને 13 બેઠકોની ચૂંટણી યોજાવાની હતી. ત્યારે અગાઉ ઠાસરા, બાલાસિનોર, મહેમદાવાદ અને વિરપુર ભાજપે બિનહરીફ જીતી લીધી છે. આણંદ અને ખેડા જિલ્લાની 8 બેઠકો તેમજ એક વ્યક્તિગત મળીને કુલ 9 બેઠકો ઉપર આજે ચૂંટણી યોજાઇ છે. અમૂલ ડેરીની અંદર તમામ 9 બેઠકો માટે 9 મતદાન કેન્દ્રો તૈયાર કરાયા છે. સવારે 9થી બપોરે 3 કલાક સુધી મતદાન પ્રક્રિયા ચાલી હતી.

આણંદના ડેપ્યુટી કલેક્ટર અને ચૂંટણી અધિકારી મયુર પટેલે જણાવ્યું હતું કે, દરેક બેઠક દીઠ મતદાન કેન્દ્ર બનાવાયા છે. તમામ ઉમેદવારને પોતાનું મતદાન કેન્દ્ર કઈ જગ્યાએ છે તે બાબતે સૂચનો અને માર્ગદર્શન પણ મતદાનના દિવસે આપવામાં આવશે. મતદારોને અનુકુળતા રહે તે માટે અમૂલ ડેરી વિવિધ સ્થળોએ દિશાસૂચક બોર્ડ પણ મૂકવામાં આવ્યા છે. મતદારો સવારે 9થી બપોરે 3 કલાક સુધી જ મતાધિકારનો ઉપયોગ કરી શકશે. મતદાન માટે અમૂલ ડેરી તરફથી આપવામાં આવેલા ફોટો ઓળખકાર્ડ ઉપરાંત આધારકાર્ડ, પાસપોર્ટ, પાનકાર્ડ સહિત પાંચ દસ્તાવેજ પણ માન્ય રાખવામાં આવશે.

મતદાર વિભાગકુલ મતદારોથયેલ મતદાનટકાવારી
1-આણંદ11010998.2
2-ખંભાત105105100
3-બોરસદ9393100
4-પેટલાદ898898.88
7-કઠલાલ104104100
8- કપડવંજ112112100
10- માતર908998.89
11- નડિયાદ10710699.07
વ્યક્તિગત સભાસદ23730.43
કુલ83381397.48