Amul Dairy Election Result 2025: ગુજરાતની પ્રતિષ્ઠિત અમૂલ ડેરીના નિયામક મંડળની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી સમર્થિત ઉમેદવારોનો દબદબો જોવા મળ્યો છે. કુલ 13 બેઠકોમાંથી 11 બેઠકો પર ભાજપના ઉમેદવારો વિજયી બન્યા છે, જ્યારે કોંગ્રેસના ફાળે બે બેઠકો આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ભાજપ સમર્થિત ઉમેદવારોએ 10 બ્લોક બેઠકો અને એક વ્યક્તિગત બેઠક પર જીત હાંસલ કરી છે. જેમાં કઠલાલ બેઠક પર ઘેલાજી જાલા, આણંદ બેઠક પર કાન્તિ સોઢા પરમાર, પેટલાદ બેઠક પર મીનાબેન પટેલ, ખંભાત અને માતર બેઠક પર ભગવંતસિંહ પરમાર સહિતના ભાજપના ઉમેદવારોનો વિજય થયો છે.
કોંગ્રેસના ફાળે બે બેઠકો આવી છે. કપડવંજ બેઠક પર કોંગ્રેસના ભુરાભાઈ સોલંકીએ 11 મતોના નજીવા અંતરથી વિજય મેળવ્યો છે, જ્યારે બોરસદ બેઠક પરથી રાજેન્દ્રસિંહ પરમાર પણ વિજયી થયા છે.
વિજેત થયેલા ઉમેદવારોની યાદી
- આણંદ બેઠકમાં કાન્તીભાઇ સોઢા પરમારની જીત થઇ છે.
- બોરસર બેઠકમાં રાજેન્દ્રસિંહ ધીરસિંહજી પરમારની જીત થઇ છે.
- ખંભાત બેઠક પર રાજેન્દ્રસિંહ બળવંતસિંહ પરમારમી જીત થઇ છે.
- આણંદ બેઠક પર વિજયકુમાર ફુલાભાઇ પટેલની જીત થઇ છે.
- પેટલાદ બેઠક પર બીનાબેન તેજસકુમાર પટેલની જીત થઇ છે.
- નડીઆદ બેઠક પર વિપુલભાઇ કાન્તિભાઇ પટેલની જીત થઇ છે.
- કઠલાલ બેઠક પર ઘેલાભાઇ માનસિંહ ઝાલાની જીત થઇ છે.
- કપજવંજ બેઠક પર ભુરાભાઇ લક્ષ્મણભાઇ સોલંકીની જીત થઇ છે.
- માતર બેઠક પર ભગવતસિંહ કાળીદાસ પરમારની જીત થઇ છે.
અમૂલ નિયામક મંડળની ગત 10 સપ્ટેમ્બરના રોજ શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાઈ હતી. જેમાં 97.48 ટકા મતદાન થયું હતું. આજે શુક્રવારે સવારે 9 વાગ્યે 8 બ્લોક અને 1 વ્યક્તિગત બેઠક મળી કુલ 9 બેઠકો માટે મતગણતરી શરૂ કરવામાં આવી છે. બપોરે 2 વાગ્યા સુધીમાં પરિણામ જાહેર થઈ જશે.
ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મતપેટીઓને સીલ કરીને સેવા સદન સ્થિત જિલ્લા તિજોરી કચેરી ખાતે સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવી છે. આજે સવારે મતગણતરી માટે લાવવામાં આવ્યા હતા. મતગણતરી માટે ચાર ટેબલ ગોઠવવામાં આવશે અને ચાર ચાર બેઠકોની ગણતરી કરવામાં આવી હતી.
પહેલા બોરસદ, આણંદ, ખંભાત અને પેટલાદ ત્યારબાદ માતર, નડિયાદ, કપડવંજ, કઠલાલ બેઠકની મત કરવામાં આવી હતી. એ પછી સભાસદોની વ્યક્તિગત મતગણતરી કરવામાં આવી હતી.
આજે મતગણતરી હોય ઉમેદવારો અને તેમના મોટી સંખ્યામાં સમર્થકો આવશે તેથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.