Gujarat Weather: ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું, આગામી 14થી 16 સપ્ટેમ્બર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની હવામાનની ચેતાવણી

14થી 16 સપ્ટેમ્બર સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, છોટા ઉદેપુર, નર્મદા જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Fri 12 Sep 2025 05:18 PM (IST)Updated: Fri 12 Sep 2025 05:20 PM (IST)
gujarat-weather-today-imd-rain-forecast-from-september-12-to-18-602027

Gujarat Weather News: ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ દિવસથી વરસાદનું જોર ઘટ્યું છે અને ઉઘાડ નીકળ્યો છે. છૂટાછવાયા સ્થળોએ વરસાદી ઝાપટાં વરસી રહ્યાં છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા 18 સપ્ટેમ્બર સુધીની વરસાદ અંગેની આગાહી કરી છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. જોકે 14થી 16 સપ્ટેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની ચેતાવણી આપવામાં આવી છે.

12 અને 13 સપ્ટેમ્બરની હવામાન વિભાગની આગાહી

બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, રાજકોટ,
જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

14 સપ્ટેમ્બરની હવામાન વિભાગની આગાહી

સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, બનાસકાંઠા, પાટણ, કચ્છ, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, વડોદરા, ભરૂચ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, આણંદ, ખેડા સહિત અન્ય જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

15 સપ્ટેમ્બરની હવામાન વિભાગની આગાહી

સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, છોટા ઉદેપુર, નર્મદા જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, બનાસકાંઠા, પાટણ, કચ્છ, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, વડોદરા, ભરૂચ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, આણંદ, ખેડા સહિત અન્ય જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

16 સપ્ટેમ્બરની હવામાન વિભાગની આગાહી

નવસારી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, બનાસકાંઠા, પાટણ, કચ્છ, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, વડોદરા, ભરૂચ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, આણંદ, ખેડા, સુરત, નર્મદા, ભરૂચ સહિત અન્ય જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

17 અને 18 સપ્ટેમ્બરની હવામાન વિભાગની આગાહી

બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.