Gujarat Weather Forecast: નવરાત્રી પહેલાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ માટે તૈયાર, આગામી 7 દિવસ સુધી વરસાદની આગાહી

Gujarat Weather: હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આગામી સાત દિવસ એટલે કે આજે 13 સપ્ટેમ્બરથી 19 સપ્ટેમ્બર સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

By: Dharmendra ThakurEdited By: Dharmendra Thakur Publish Date: Sat 13 Sep 2025 04:22 PM (IST)Updated: Sat 13 Sep 2025 04:22 PM (IST)
gujarat-weather-forecast-today-rain-forecast-in-gujarat-from-13-to-19-september-before-navratri-602577
HIGHLIGHTS
  • 13થી 19 સપ્ટેમ્બર સુધી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી
  • સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા, આ વિસ્તારોમાં વરસાદી સિસ્ટમ વધુ સક્રિય રહેશે
  • મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ અસર, અનેક જિલ્લામાં છૂટાછવાયા તથા ઘણા સ્થળોએ વરસાદની આગાહી

Gujarat Weather: હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આગામી સાત દિવસ એટલે કે આજે 13 સપ્ટેમ્બરથી 19 સપ્ટેમ્બર સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે જ, આ વરસાદી સિસ્ટમની અસર મધ્ય અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં પણ જોવા મળશે. ત્યારે જાણો આજે 13 સપ્ટેમ્બરથી 19 સપ્ટેમ્બર સુધી રાજ્યના કયા કયા વિસ્તારોમાં વરસાદ વરસશે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આજે 13 સપ્ટેમ્બરના રોજ સમગ્ર રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, 14 સપ્ટેમ્બરના રોજ કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્‍દ્રનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, જુનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, મહીસાગર, પંચમહાલ અને દાહોદમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ તેમજ વડોદરા, નર્મદા, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, નવસારી, તાપી, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલી અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, 15 સપ્ટેમ્બરના રોજ કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ અને વડોદરા, નર્મદા, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, નવસારી, તાપી, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલી ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના તેમજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, ખેડા, આણંદ, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્‍દ્રનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદરમાં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, 16 સપ્ટેમ્બરના રોજ કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, ખેડા, આણંદ, ગાંધીનગર, અમદાવાદમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ અને વડોદરા, નર્મદા, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, નવસારી, તાપી, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલી ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના તેમજ સુરેન્‍દ્રનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદરમાં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, 17 સપ્ટેમ્બરના રોજ કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, ખેડા, આણંદ, ગાંધીનગર, અમદાવાદમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ અને વડોદરા, નર્મદા, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, નવસારી, તાપી, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલી ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના તેમજ સુરેન્‍દ્રનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદરમાં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, 18 સપ્ટેમ્બરના રોજ કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, ખેડા, આણંદ, ગાંધીનગર, અમદાવાદમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ તેમજ વડોદરા, નર્મદા, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, નવસારી, તાપી, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલી, સુરેન્‍દ્રનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદરમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, 19 સપ્ટેમ્બરના રોજ કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, ખેડા, આણંદ, ગાંધીનગર, અમદાવાદમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ તેમજ વડોદરા, નર્મદા, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, નવસારી, તાપી, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલી, સુરેન્‍દ્રનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદરમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.