LIVE BLOG

Gujarat News Today Live:  જૂનાગઢમા શિબિરમાં આજે વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ હાજરી આપી

ગુજરાતમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકાર દ્વારા લેવામાં આવતા મહત્વના નિર્ણયો અને મહત્વના સમાચારોથી અવગત રહેવા માટે રિફ્રેશ કરતા રહો...

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Fri 12 Sep 2025 08:21 AM (IST)Updated: Fri 12 Sep 2025 04:34 PM (IST)
gujarat-latest-and-breaking-news-live-today-12-september-weather-updates-top-headlines-and-taaja-samachar-in-gujarati-601680

Gujarat News Today Live: ગુજરાતમાં કોંગ્રેસને ફરીથી સક્રિય કરવા માટે હાઈકમાન્ડે કવાયત હાથ ધરી છે, જેના ભાગરૂપે જૂનાગઢની ભવનાથ તળેટીમાં શહેર અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખોની પ્રશિક્ષણ શિબિર ચાલી રહી છે. આ શિબિરમાં આજે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ હાજરી આપી હતી.

12-Sep-2025, 04:33:49 PMવિપક્ષ નેતા રાહુલ ગાંધીએ હાજરી આપી

ગુજરાતમાં કોંગ્રેસને ફરીથી સક્રિય કરવા માટે હાઈકમાન્ડે કવાયત હાથ ધરી છે, જેના ભાગરૂપે જૂનાગઢની ભવનાથ તળેટીમાં શહેર અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખોની પ્રશિક્ષણ શિબિર ચાલી રહી છે. આ શિબિરમાં આજે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ હાજરી આપી હતી.

12-Sep-2025, 01:27:42 PMનવસારીમાં શાળામાં યુવકે આપઘાત કરતા ચકચાર

નવસારીની વિરાવળ ખાતે આવેલ સરકારી શાળામાં યુવકને આપઘાત કરી લેતા ચકચાર મચી ગયી હતી. બીજી તરફ બનાવની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોચી હતી. યુવકના આપઘાતનું કારણ હાલ સામે આવ્યું નથી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

12-Sep-2025, 11:53:46 AMહિંમતનગરમાં નદીના વહેણમાં બે બાળકો સાથે મહિલા તણાઇ

હિંમતનગરમાં નદીના વહેણમાં બે બાળકો સાથે મહિલા તણાઇ હોવાના અહેવાલ મળી રહ્યાં છે. હાથમતી કોઝવે પરથી પસાર થઇ રહી હતી ત્યારે મહિલા તણાઇ હતી. આ બનાવમાં બે બાળકોનો બચાવ થયો છે, જ્યારે મહિલાનો શોધખોળ કરવામાં આવી રહી છે.

12-Sep-2025, 08:50:02 AM17 સપ્ટેમ્બરે અમદાવાદ મનપાની હોસ્પિટલોમાં ફ્રી મેડિકલ સેવાનું આયોજન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 17મી સપ્ટેમ્બરના જન્મદિન નિમિત્તે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ફ્રી મેડિકલ સેવાનું આયોજન કર્યું છે. જેમાં SVP, શારદાબેન અને એલ.જી. હોસ્પિટલમાં વિનામૂલ્યે મેમોગ્રાફી દ્વારા સ્તન કેન્સરનું નિદાન તેમજ હાર્ટએટેકની સંભાવના તપાસવા માટે સિટી કલ્શિયમ સ્કોરિંગની નિઃશુલ્ક ચકાસણી કરી અપાશે. આ ઉપરાંત, 18 થી 30 સપ્ટેમ્બર સુધી વિવિધ આરોગ્ય કેન્દ્રો પર 250થી વધુ કેમ્પ પણ યોજાશે.

12-Sep-2025, 08:21:47 AMપાલનપુર RTO સર્કલ પરનો ઓવરબ્રિજ ફરી એકવાર ક્ષતિગ્રસ્ત

પાલનપુર RTO સર્કલ પરનો ઓવરબ્રિજ ફરી એકવાર ક્ષતિગ્રસ્ત થયો હોવાના અહેવાલ છે. ઓવરબ્રિજમાં તિરાડ પડી હોવાની પ્રાથમિક વિગતો મળી રહી છે. ક્ષતિગ્રસ્ત થવાથી બ્રિજનો એક બાજુનો માર્ગ બંધ કરવાની ફરજ પડી છે. વાહનોને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. જેના પગલે આરટીઓ સર્કલ પાસે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે.