Bhupendra Patel: ગુજરાતી જાગરણને ત્રણ વર્ષ પૂર્ણ થવા પર ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ પાઠવી શુભકામના

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શુભેચ્છા પાઠવતા જણાવ્યું છેકે, ગુજરાતી જાગરણ ડિજિટલના પ્રયાસો તેમજ જનતામાંથી સ્વૈચ્છિક ધોરણે લેવામાં આવેતાં મંતવ્યો હરહંમેશ આવકાર્ય છે.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Mon 08 Sep 2025 06:49 PM (IST)Updated: Mon 08 Sep 2025 06:49 PM (IST)
gujarat-chief-minister-bhupendra-patel-congratulates-gujarati-jagran-on-3rd-anniversary-599731

Gujarati Jagran 3rd Anniversary: દૈનિક જાગરણ સમૂહની ગુજરાતી આવૃત્તિ ગુજરાતી જાગરણને 9 સપ્ટેમ્બર 2025ના રોજ ત્રણ વર્ષ પૂર્ણ થવા જઇ રહ્યાં છે. ગુજરાતમાં ત્રણ વર્ષના સમયગાળા દરમિયાન વાંચકોના હૃદયમાં ગુજરાતી જાગરણે સ્થાન મેળવ્યું છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગુજરાતી જાગરણને ત્રણ વર્ષ પૂર્ણ થવા પર શુભેચ્છાઓ પાઠવી છે.

ભૂપેન્દ્ર પટેલનો શુભેચ્છા સંદેશ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શુભેચ્છા પાઠવતા જણાવ્યું છેકે, ગુજરાતી જાગરણ ડિજિટલ તા. 9 સપ્ટેમ્બર, 2025ના રોજ તાજા સમાચાર તથા વૈવિધ્યસભર માહિતી પૂરી પાડવાની સેવાના 3 વર્ષ પૂર્ણ કરીને ચોથા વર્ષમાં પ્રવેશ કરી રહી છે તે જાણી અત્યંત આનંદની અનુભૂતિ થઈ.

સંસ્થાના કર્મઠ કાર્યકારી જૂથ દ્વારા ભારે જહેમત ઉઠાવીને ચેનલને સાફલ્યના આયામો સર કરાવવા તેમજ જનતાને 'કરંટ અફેર્સ'થી માહિતગાર કરવા બદલ ગુજરાતી જાગરણની ટીમને ખૂબ ખૂબ અભિનંદન. સમાચારના લેખાંજોખાં પ્રસ્તુત કરવાની સાથે સાથે માહિતીનો રસથાળ પીરસવાના ગુજરાતી જાગરણ ડિજિટલના પ્રયાસો તેમજ જનતામાંથી સ્વૈચ્છિક ધોરણે લેવામાં આવેતાં મંતવ્યો હરહંમેશ આવકાર્ય છે.

જાગરણ ન્યૂ મીડિયા વિશે

જાગરણ ન્યૂ મીડિયા (JNM) એ જાગરણ પ્રકાશન લિમિટેડની ડિજિટલ વિંગ છે - ભારતના અગ્રણી મીડિયા અને કોમ્યુનિકેશન ગ્રુપ, જે પ્રિન્ટ, OOH, એક્ટિવેશન્સ, રેડિયો અને ડિજિટલમાં ફેલાયેલા છે. જાગરણ.કોમ એ જાગરણ ન્યૂ મીડિયાની મુખ્ય બ્રાન્ડ છે અને ભારતમાં નંબર 1 હિન્દી સમાચાર અને માહિતી સાઇટ છે (સ્ત્રોત: comScore MoMX મલ્ટી-પ્લેટફોર્મ; ઓગસ્ટ 2018). Jagran.com એ વિશ્વના સૌથી મોટા વાંચેલા દૈનિક અખબાર - દૈનિક જાગરણનું ઓનલાઈન સંસ્કરણ છે, જેના 29.6 મિલિયન વપરાશકર્તાઓ છે (comScore MMX મલ્ટી-પ્લેટફોર્મ; ઓગસ્ટ 2018).

જાગરણ ન્યૂ મીડિયા ગુજરાતી સમાચાર અને માહિતી સાઈટ એટલે ગુજરાતી જાગરણ. જે ગુજરાતી ભાષામાં ગુજરાત સાથે દેશ, વિદેશ, બોલીવૂડ, સ્પોર્ટ્સ, ધર્મ, હેલ્થ, રેસિપી સહિતના સમાચાર વાંચકોને પીરસી રહ્યું છે. છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાતી જાગરણને ગુજરાતમાં બહોળો પ્રતિસાદ મળ્યો છે. તટસ્થ સમાચાર અને લોક ઉપયોગી માહિતી દરેક વાંચક સુધી પહોંચાડવાના કારણે ગુજરાતી જાગરણ લોકપ્રિય બની રહ્યું છે. ગુજરાતી ઉપરાંત જાગરણ ન્યૂ મીડિયાની પંજાબી, મરાઠી, અંગ્રેજી ભાષામાં ન્યૂઝ વેબસાઈ છે. આ ઉપરાંત હેલ્થ અને લાઈફ સ્ટાઈલની https://www.onlymyhealth.com/ અને herzindagi.com સાઈટ છે.