Fashion Designer Julia Chaigneau: જુલિયા ચેગ્નો, મૂળ ફ્રાન્સના ગ્રેનોબલ શહેરની રહેવાસી છે, તેણીએ લિયોનમાં ફેશન-ડિઝાઇનરનો અભ્યાસ કર્યો હતો અને ત્યારબાદ ડેન્માર્કના કોલ્ડિંગમાં માસ્ટર ડિગ્રી માટે ગઈ છે. ત્યારબાદ તે બિઝનેસ માટે થઈને ભારત આવી હતી. આ દરમિયાન જુલિયાની પોસ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઇરલ થઈ રહી છે, ખાસ કરીને મહિલા તરીકે અમદાવાદમાં સુરક્ષિત અનુભવવા પર ભાર મૂક્યો છે. તદ્દઉપરાંત, રાજ્યનો શાંતિપૂર્ણ માહોલ અને સુરક્ષા માટે દારૂબંધીનું પણ યોગદાન હોવાનો ઉલ્લેખ કર્યો હતો.
જુલિયા ચેગ્નો અમદાવાદના વખાણ કર્યા
જુલિયા ચેગ્નોએ જણાવ્યું કે, ભારતમાં તે સૌ પ્રથમ અમદાવાદ શહેરમાં આવી હતી. દિલ્હી ગયા પહેલા તે અમદાવાદમાં એક વર્ષ જેટલું રોકાઇ હતી. લિયોન અને ડેનમાર્કમાં હું વિદેશમાં સુરક્ષાને લઈ સાવચેત રહેતી હતી. આ શહેરોમાં હું રાત્રે બહાર નિકળવા માટે ચિંતિત રહેતી હતી, પરંતુ અમદાવાદમાં મારો અનુભવ સાવ અલગ જ રહ્યો છે. હું મિત્રો સાથે રાત્રે સાબરમતી રિવરફ્રન્ટ પર વોકિંગ માટે જતી હતી. અહીં તો બધા પરિવાર તેમજ મિત્રો સાથે રાત્રે હરતા ફરતા રહે છે.
I lived in Ahmedabad, Gujarat (India) for a year and honestly, I never felt safer.
— Julia Chaigneau (@juliachaigneau) September 8, 2025
As a woman, safety is always on my mind. So when I first moved to India, many of my friends worried about me. But living in a dry state changed my perspective. It made me see how certain choices… pic.twitter.com/u2lRDtEkqs
વધુમાં કહ્યું કે, મારા પડોશીઓએ મને ગુજરાતી વાનગીઓ અને નવરાત્રી જેવા તહેવારોનો પરિચય કરાવ્યો હતો. પહેલા દિવસથી જ લોકોએ મને ખૂબ જ સારો આવકાર આપ્યો હતો. તેમજ ઓટો અને કેબમાં મુસાફરી દરમિયાન ડ્રાઇવરોએ પણ સારો વ્યવહાર કર્યો હતો. જેનાથી હું ખુદને વધુ સેફ મહેસુસ કરતી હતી.
જુઓ પોલીસ કમિશનરે શું કહ્યું
જુલિયા ચેગ્નોએ એક્સ પર શેર કરેલા અનુભવોના જવાબમાં, અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિકે જણાવ્યું કે, તંત્રએ તમામ નાગરિકો માટે સુરક્ષા જાળવવા સતત કામ કર્યું છે. અમદાવાદને તાજેતરમાં ભારતના સૌથી સુરક્ષિત શહેર તરીકે માન્યતા મળી છે. તેમના અનુભવો અમે નક્કી કરેલા સુરક્ષા ધારા ધોરણોનો પુરાવો છે.
અમદાવાદ શહેર ભારતનું સૌથી સુરક્ષિત શહેર જાહેર
4 ઓગસ્ટના રોડ મિડ-યર 2025ના ન્યૂમબિયો સેફ્ટી ઇન્ડેક્સ રિપોર્ટમાં અમદાવાદ શહેરને ભારતનું સૌથી સુરક્ષિત શહેર જાહેર કરવામાં આવ્યું હતું. આ જાહેરાત પાછળ મુખ્ય 4 પરિબળ દર્શાવવામાં આવ્યા હતાં, જેમાં લોકોની સુરક્ષા માટે 25,000 CCTV લગાવાયા છે. પોલીસની PCR નો રિસ્પોન્સ સમય સરેરાશ 5 મિનિટ છે. મહિલા-બાળકો અને વૃદ્ધો માટે 50 શી ટીમની કામગીરી તેમજ ગંભીર ગુનાનો ડિટેકશન દર 95 થી 100 ટકા અને ગંભીર ગુનાઓના પ્રમાણમાં ઘટાડો કારણભૂત છે. ત્યારે અમદાવાદ શહેરની કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ તો કંઈક અલગ જ જોવા મળી રહી છે.