TV Shows TRP: આ અઠવાડિયે ટીવીની દુનિયામાં જબરદસ્ત ઉથલપાથલ જોવા મળી છે. 24 ઓગસ્ટે બિગ બોસ 19નું પ્રીમિયર ખૂબ જ ધમાકેદાર રીતે થયું હતું, પરંતુ હવે આ શોનો TRP લિસ્ટમાં ખરાબ હાલ થઈ ગયો છે. દર શુક્રવારે બોક્સ ઓફિસ પર ફિલ્મોની અગ્નિપરીક્ષા થાય છે, તેવી જ રીતે ટીવીની દુનિયામાં પણ દર ગુરુવારે ઘણી ઉથલપાથલ જોવા મળે છે. આ અઠવાડિયાની TRP લિસ્ટ સામે આવી ગઈ છે અને આ લિસ્ટ જોઈને સલમાન ખાન અને બિગ બોસ 19ના મેકર્સની ચિંતા વધશે, જ્યારે અન્ય સીરિયલના મેકર્સના ચહેરા પર ખુશી જોવા મળશે.
ટીઆરપીમાં નંબર 1 'અનુપમા'
આ અઠવાડિયે બિગ બોસ 19 અને ક્યોંકી સાસ ભી કભી બહુ થી જેવા શોઝને પાછળ છોડીને TRPમાં જે શો નંબર વન પર આવ્યો છે, તે રૂપાલી ગાંગુલીનો શો 'અનુપમા' છે, જેનું આ અઠવાડિયે TRP રેટિંગ 2.2 છે. ક્યોંકી સાસ ભી કભી બહુ થી શોએ ભલે એક અઠવાડિયા માટે અનુપમાની નંબર 1ની પોઝિશન લઈ લીધી હોય, પરંતુ રાજન શાહીએ એકતા કપૂરના શો પાસેથી પોતાની જગ્યા પાછી છીનવી લીધી છે.
નવા પરિવારે તારક મહેતાને અપાવી ટીઆરપી
તારક મહેતા એક લાંબા સમયથી વિવાદોનો સામનો કરી રહ્યો છે. ક્યારેક સ્ટારકાસ્ટ શો છોડવાથી અને ક્યારેક અસિત મોદી પર લાગેલા આરોપોને કારણે. જ્યારે એક પછી એક કલાકારો શો છોડી રહ્યા હતા, ત્યારે જેઠાલાલના કોમેડી શોની TRP ઘણી ઘટી ગઈ હતી. જોકે, એકવાર ફરીથી TRP લિસ્ટમાં પોતાનું વર્ચસ્વ બનાવી લીધું છે અને અનુપમા પછી આ શો બીજા નંબર પર આવી ગયો છે. આ શોની આ અઠવાડિયાની TRP 2.0 છે.
TRP લિસ્ટના ટોપ 10 શો
આ અઠવાડિયે ત્રીજા નંબર પર જે શો રહ્યો છે, તે છે 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ', જેની TRP આ અઠવાડિયે 1.9 છે. ચોથા નંબર પર 'ક્યોંકી સાસ ભી કભી બહુ હે' છે, જેની TRP 1.8 છે. પાંચમા નંબર પર 1.7 TRP સાથે 'તુમ સે તુમ તક', છઠ્ઠા નંબર પર 1.6 TRP સાથે 'ઉડને કી આશા', સાતમા નંબર પર 1.3 TRP સાથે 'વસુધા', આઠમા નંબર પર 'આરતી અંજલિ અવસ્થી', નવમા નંબર પર 'મંગલ લક્ષ્મી' અને દસમા નંબર પર 'શિવ શક્તિ તપ ત્યાગ' છે.

આ નંબર પર બિગ બોસ 19
સલમાન ખાનનો કલર્સ અને જિયો હોટસ્ટાર પર પ્રસારિત થતો વિવાદિત શો બિગ બોસ 19 ઘણો નીચે આવી ગયો છે. આ શો આ અઠવાડિયે TRP લિસ્ટમાં 12મા સ્થાને છે. સોનાલી બેન્દ્રે અને મુનવ્વર ફારુકીનો શો 'પતિ - પત્ની ઔર પંગા' બિગ બોસથી ઉપર 11મા નંબર પર આવી ગયો છે. શોની TRPનું આ રીતે ઘટવું બિગ બોસ 19ના મેકર્સ માટે ચિંતાનો વિષય બની શકે છે.