Sunjay kapur Karisma Kapoor: બોલિવૂડ અભિનેત્રી કરિશ્મા કપૂરના પૂર્વ પતિ સંજય કપૂરના નિધન પછી તેમની 30,000 કરોડ રૂપિયાની સંપત્તિને લઈને વિવાદ ઉભો થયો છે. આ વર્ષે જૂનમાં સંજય કપૂરનું અવસાન થયું હતું. હવે તેમની સંપત્તિમાં હિસ્સો મેળવવા માટે કરિશ્મા કપૂરના બંને બાળકો, સમાયરા અને કિયાન દ્વારા દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજી બાળકોવતી કરિશ્મા કપૂરે દાખલ કરી છે.
સંજય કપૂર અને કરિશ્મા વચ્ચેના સંબંધો વધુ ગાઢ બન્યા
આ કેસમાં કોર્ટમાં જમા કરવામાં આવેલા કેટલાક વોટ્સએપ ચેટ્સ અને દસ્તાવેજો દ્વારા ઘણા મોટા ખુલાસા થયા છે. આ દસ્તાવેજો દર્શાવે છે કે ડિવોર્સ પછી સંજય કપૂર અને કરિશ્મા વચ્ચેની નિકટતા વધી ગઈ હતી અને તેમના સંબંધો પહેલા કરતા વધુ ગાઢ બન્યા હતા. આ ચેટ્સમાં બંને વચ્ચેની અંગત વાતો પણ સામે આવી છે. જમા કરાયેલા દસ્તાવેજોમાં એ પણ સામે આવ્યું છે કે સંજય કપૂર કરિશ્મા અને તેમના બંને બાળકોને પોર્ટુગલની નાગરિકતા અપાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને આ પ્રોસેસ પણ શરૂ કરી દીધી હતી.
બાળકોવતી કરિશ્માએ લગાવ્યો છેતરપિંડીનો આરોપ
બાળકો સમાયરા અને કિયાનની અરજીમાં તેમની સાવકી માતા પ્રિયા સચદેવ પર નકલી વસિયત તૈયાર કરવા અને છેતરપિંડી કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. જોકે, 10 સપ્ટેમ્બરના રોજ થયેલી સુનાવણીમાં સંજય કપૂરની પત્ની પ્રિયા સચદેવના વકીલે જણાવ્યું હતું કે સુનાવણીના માત્ર છ દિવસ પહેલા જ અરજદારોને ટ્રસ્ટમાંથી 1900 કરોડ રૂપિયાની મિલકત આપવામાં આવી છે. આ કેસમાં કોર્ટ હવે 9 ઓક્ટોબરના રોજ વધુ સુનાવણી કરશે. સંજય કપૂરની સંપત્તિ પર તેમની માતા રાની કપૂર પણ પોતાનો હક માંગી રહ્યા છે.