Ritika Nayak: કોણ છે Miraiની સુંદર સાધ્વી વિભા? અભિનેત્રીની સરખામણી સૈયારાની વાણી સાથે કરવામાં આવી રહી છે

ફિલ્મ જોયા પછી, દર્શકો તેજા સજ્જાના અભિનય અને VFXના વખાણ કરી રહ્યા છે. આ સાથે ફિલ્મમાં સાધ્વી વિભાનું પાત્ર ભજવનારી રિતિકા નાયક પણ બધાનું ધ્યાન ખેંચી રહી છે.

By: Jignesh TrivediEdited By: Jignesh Trivedi Publish Date: Fri 12 Sep 2025 09:39 PM (IST)Updated: Fri 12 Sep 2025 09:39 PM (IST)
ritika-nayak-who-is-mirais-beautiful-sadhvi-vibha-the-actress-is-being-compared-to-saiyaraas-vani-602186
HIGHLIGHTS
  • કોણ છે મીરાઈની સાધ્વી વિભા
  • અભિનેત્રીની તુલના સૈયારાની વાણી સાથે કરવામાં આવી રહી છે
  • કોણ છે ઋતિકા નાયક?

Ritika Nayak: સાઉથ એક્ટર તેજા સજ્જાને ગયા વર્ષે પૌરાણિક ફિલ્મ હનુમાન માટે ઘણી પ્રશંસા મળી હતી અને હવે તે આ વર્ષે પૌરાણિક ફિલ્મ મીરાઈ લઈને આવ્યો છે. મીરાઈ 12 સપ્ટેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી અને તેણે દર્શકોનું ધ્યાન પણ ખેંચ્યું હતું. વિવેચકો અને દર્શકોએ તેની વાર્તા તેમજ તેના શાનદાર VFX માટે તેની પ્રશંસા કરી છે. તે જ સમયે, ફિલ્મમાં બીજી એક વાત જેણે બધાનું ધ્યાન ખેંચ્યું તે છે વિભા, જે સાધ્વીનું પાત્ર ભજવે છે. આ પાત્ર ઋતિકા નાયક દ્વારા ભજવવામાં આવ્યું છે.

કોણ છે ઋતિકા નાયક?
ઋતિકા દિલ્હીના એક મધ્યમ વર્ગના પરિવારમાંથી આવે છે, તે અભ્યાસમાં સારી હતી પરંતુ તેનો રસ ક્રિએટીવ ફિલ્માં હતો. તેણીએ 2020માં મિસ દિવા સ્પર્ધામાં ભાગ લીધો હતો અને ફાઇનલિસ્ટ તરીકે ઉભરી હતી. મોડેલિંગ કરતી વખતે, તેણીને ટોલીવુડમાં અભિનય કરવાની તક મળી અને 2022માં તેલુગુ ફિલ્મ અશોકા નવામ લો અર્જુન કલ્યાણમથી તેની કારકિર્દીની શરૂઆત કરી.

આ પછી તે 2023માં આવેલી ફિલ્મ હાય નન્નામાં જોવા મળી હતી જેમાં તેણીએ મૃણાલ ઠાકુર સાથે કામ કર્યું હતું અને હવે તે મીરાઈમાં જોવા મળી રહી છે. મીરાઈમાં તેણીએ એક રહસ્યમય પાત્ર ભજવ્યું છે જેમાં તે એક સાધ્વી બની છે અને હિમાલયની વાદીઓમાં રહે છે. ફિલ્મમાં ઋતિકાની સ્ક્રીન પ્રેઝન્સ ખૂબ પ્રશંસા મેળવી રહી છે.

આ અભિનેત્રીઓ ઋતિકાની પ્રેરણા છે
ઋતિકા એક આઉટ સાઈડર છે અને તેનો ફિલ્મ ઉદ્યોગ સાથે કોઈ સંબંધ નહોતો. ઋતિકાએ આ ઉદ્યોગમાં પોતાના દમ પર પોતાની ઓળખ બનાવી છે. તેણીએ એક મુલાકાતમાં કહ્યું હતું કે દીપિકા પાદુકોણ અને પ્રિયંકા ચોપરા તેની પ્રેરણા છે, તેમનો સંઘર્ષ અને સફળતા તેને તેના સપનાઓને આગળ વધારવાની શક્તિ આપે છે.

મીરાઈમાં રિતિકાએ તેજા સજ્જા, મંચુ મનોજ, જગપતિ બાબુ અને શ્રિયા સરન જેવા કલાકારો સાથે સ્ક્રીન શેર કરી છે. મીરાઈ 12 સપ્ટેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે અને ફિલ્મને વિવેચકો અને દર્શકો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે. મીરાઈ એક યોદ્ધાની વાર્તા છે જેને નવ પવિત્ર ગ્રંથોનું રક્ષણ કરવાનું કામ સોંપવામાં આવ્યું છે જે કોઈપણ માનવીને ભગવાનમાં પરિવર્તિત કરી શકે છે.