Amal Malik Tanya Mittal: રિયાલિટી શો બિગ બોસ આ સિઝન આ વખતે સૌથી અલગ છે. દરેક સ્પર્ધકોની પોતાની કહાણી છે. ઘરમાં દરેક મુદ્દા પર ઝગડાની લઈને પ્રેમ રોમાન્સની વાતો હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. આ વખતે અમાલ મલિક અને તાન્યા મિત્તલ વચ્ચેના રોમાન્સની ચર્ચા ચાલી રહી છે. બંને વચ્ચે નિકટતા વધી રહી છે.
તાન્યા મિત્તલ અને અમાલ મલિક વચ્ચે વધી નિકટતા
બિગ બોસમાં આ વખતે તાન્યા મિત્તલ અને અમાલ મલિકનો સંબંધ ચર્ચામાં છે. હાલમાં જ એક નોમિનેશન ટાસ્ક થયો હતો, જેમાં કુનિકા સદાનંદે તાન્યા મિત્તલના ઉછેર પર સવાલ ઉઠાવ્યા હતા. માતાનું નામ સાંભળીને તાન્યા રડવા લાગી હતી. આ સમયે અમાલ તાન્યાનું સ્ટેન્ડ લેતા નજરે પડ્યો અને એટલું જ નહિ ટાસ્ક બાદ તે ઘણો ગુસ્સામાં પણ નજરે પડ્યો.

ટાસ્કમાં અમાલનું તાન્યા પ્રત્યે લાગણી જોઈને દર્શકોને લાગ્યું કે તેઓ તેને દોસ્તથી વધારે સમજી રહ્યા છે. ફેન્સનું તો એવું પણ કહેવું છે કે અમાલ બિગ બોસ હાઉસનો કબીર સિંહ છે.

તાન્યાના કારણે તૂટશે અમાલ મલિકનો સંબંધ?
જો કે મહત્વની વાત એ છે કે જ્યારે અમાલ મલિકે બિગ બોસ હાઉસમાં એન્ટ્રી લીધી હતી ત્યારે તેણે કન્ફર્મ કર્યું હતું કે તે અન્ય યુવતી સાથે રિલેશનમાં છે. તેણે કેમેરા પર પણ લેડી લવ માટે પ્રેમ જાહેર કર્યો હતો અને કહ્યું હતું કે તે તેની લેડી લવનો વિશ્વાસ નહિ તોડે અને બિગ બોસમાં કોઈની સાથે મિંગલ નહિ થાય.