Amitabh Bachchan Prateeksha Waterlogged: મુંબઈમાં ભારે વરસાદે જબરદસ્ત કહેર વર્તાવ્યો છે, જેનાથી સામાન્ય લોકોની સાથે ફિલ્મી સિતારાઓ પણ હાલાકી ભોગવી રહ્યા છે. આખી માયાનગરી જળમગ્ન થઈ ગઈ છે અને લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર મુંબઈના પાણીમાં ડૂબી ગયેલા અનેક વીડિયો અને તસવીરો વાયરલ થઈ રહી છે. જેમાં અમિતાભ બચ્ચનનો બંગલો 'પ્રતીક્ષા' પણ સામેલ છે.
અમિતાભ બચ્ચનના બંગલામાં ઘુસ્યું વરસાદી પાણી
સુપરસ્ટાર અમિતાભ બચ્ચનના જુહુ સ્થિત બંગલા 'પ્રતીક્ષા'માં પણ પાણી ઘૂસી ગયું છે. ભારે વરસાદના કારણે આ બંગલો પણ સંપૂર્ણપણે જળમગ્ન થઈ ગયો છે, ચારેય તરફ ફક્ત પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં એક વ્યક્તિ અમિતાભ બચ્ચનના ઘરની બહાર અને તેમના બંગલાના કેમ્પસમાં ભરાયેલા પાણીની સ્થિતિ બતાવતો જોવા મળ્યો છે.
વીડિયોમાં સિક્યોરિટી ગાર્ડ સુધી પહોંચીને ઘરનો કેટલોક ભાગ પણ બતાવવામાં આવ્યો હતો, જોકે તેને જોતા ગાર્ડે ગેટ બંધ કરી દીધો હતો. વીડિયોમાં વ્યક્તિ કહે છે કે કોઈની પાસે ગમે તેટલા કરોડ રૂપિયા હોય, પણ આ વરસાદથી કોઈ બચી શક્યું નથી. આ સાથે તેણે વાીડિયોમાં એવું પણ કહ્યું કે ખુદ અમિતાભ બચ્ચન વાઈપરથી પાણી કાઢી રહ્યા હતા.
#AmitabhBachchan #MumbaiRains #viralvideo pic.twitter.com/ilP1ddf5bA
— Diksha Sharma (@DikshaS17150327) August 19, 2025
ઉલ્લેખનીય છે કે અમિતાભ બચ્ચને આ બંગલો વર્ષ 1976માં ખરીદ્યો હતો. આ બંગલાનું નામ તેમના પિતા હરિવંશ રાય બચ્ચને રાખ્યું હતું. 'પ્રતીક્ષા' તે જ ઘર છે જ્યાં તેમની પુત્રી શ્વેતા અને પુત્ર અભિષેકનો જન્મ થયો હતો. જોકે બિગ બીએ આ બંગલો પોતાની પુત્રી શ્વેતા બચ્ચનને ભેટમાં આપી દીધો છે. હાલમાં તેઓ પોતાના બીજા બંગલા 'જલસા'માં રહે છે. અમિતાભ બચ્ચન હાલમાં તેમના શો 'કૌન બનેગા કરોડપતિ' (KBC) સીઝન 17ને લઈને ચર્ચામાં છે.