VMS TMT Limited IPO: ગુજરાતની કંપની VMS TMT લિમિટેડે આગામી ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ (IPO) માટે ઇક્વિટી શેરદીઠ રૂપિયા 94થી રૂપિયા 99ની પ્રાઇસ બેન્ડ જાહેર કરી છે. આ ઇશ્યૂ સબસ્ક્રિપ્શન કે ભરવા માટે 17મી સપ્ટેમ્બર, 2025ના રોજ ખુલશે અને 19મી સપ્ટેમ્બર, 2025ના રોજ બંધ થશે. એન્કર રોકાણકાર માટે બિંડિંગ 16મી સપ્ટેમ્બર,2025 ખુલશે.
IPO બૉમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર લિસ્ટ થશે. અરિહંત કેપિટલ માર્કેટ્સ લિમિટેડ આઇપીઓના બુક રનિંગ લીડ મેનેજર (બીઆરએલએમ) છે, તો કે-ફિન ટેકનોલોજીસ લિમિટેડ ઇશ્યૂની રજિસ્ટ્રાર છે.
આઇપીઓમાં રૂપિયા 10/-ની ફેસ વેલ્યુ ધરાવતા 1,50,000 ઇક્વિટી શેરનો ફ્રેશ ઇશ્યૂ સામેલ છે. આ ઇશ્યૂ બુક-બિલ્ડિંગ પ્રક્રિયા મારફતે હાથ ધરવામાં આવશે.
જ્યારે VMS TMT લિમિટેડનો આશય IPOમાંથી થનારી રૂપિયા 11,500.00 લાખનો ઉપયોગ સંપૂર્ણપણે કે આંશિક રીતે પુનઃચુકવણી/આગોતરી ચુકવણી કરવા, કંપની દ્વારા લીધેલા ચોક્કસ ઋણને સંપૂર્ણપણે કે આંશિક રીતે ભરવાનો છે, ત્યારે બાકીના ફંડનો ઉપયોગ સાધારણ કોર્પોરેટ કામગીરીઓ અને ઇશ્યૂના ખર્ચ માટે થશે.
ગુજરાતમાં કાર્યરત આ કંપની ભારતના ગુજરાતમાં અમદાવાદમાં ભાયલા ગામે ઉત્પાદન સુવિધા ધરાવે છે, જ્યાં TMT બારનું ઉત્પાદન કરે છે.
કંપની 31 જુલાઈ, 2025 સુધી 3 વિતરકો અને 227 ડિલર સાથે નોન-એક્સક્લૂઝિવ ધોરણે વિતરણ નેટવર્ક ધરાવે છે તથા 50થી વધારે ટ્રક ધરાવે છે, જે તેનાં રિટેલ ગ્રાહકોને TMT બારની ઘરઆંગણે ડિલિવરી કરે છે. કંપનીએ વેચાણ કરવા માટે ટિઅર II અને ટિઅર III શહેરો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.