ITR Filing Deadline: શું ઈન્કમટેક્સ રિટર્ન ફાઈલ કરવાની 15 સપ્ટેમ્બરની ડેડલાઈન આગળ લંબાશે, પેનલ્ટીની જોગવાઈ થશે લાગુ?

ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટના પોર્ટલની આંકડાકીય માહિતીથી જાણવા મળ્યું છે કે નાણાકીય વર્ષ 2024-25 માટે ITR ફાઈલિંગની ઝડપ ધીમી છે.

By: Nilesh ZinzuwadiaEdited By: Nilesh Zinzuwadia Publish Date: Wed 10 Sep 2025 04:20 PM (IST)Updated: Wed 10 Sep 2025 04:28 PM (IST)
itr-filing-fy-2024-25income-tax-return-15-september-filing-deadline-will-extend-late-filing-occur-penalty-600765
HIGHLIGHTS
  • 7 સપ્ટેમ્બર સુધીમાં 13.35 કરોડ નોંધાયેલા વ્યક્તિગત વપરાશકર્તાઓમાંથી 4.89 કરોડ ITR ફાઇલ કરવામાં આવ્યા હતા.
  • FKCCI અને CAAS જેવી સંસ્થાઓએ કહ્યું છે કે ITR સોફ્ટવેર મોડું થયું હતું

ITR Filing FY 2024-25, ITR Filing Deadline: ઇન્કમટેક્સ રિટર્ન (RTI) ફાઈલ કરાવની ડેડલાઈન બિલકુલ નજીક આવી ગઈ છે. આ દરમિયાન કેટલીક સંસ્થાઓએ ITR ફાઈલ કરવા માટેની અંતિમ તારીખ લંબાવવા માટે માંગ કરી છે. તેને લઈ કેટલીક અટકળો પણ બજારમાં જોવા મળી રહી છે.

ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટના પોર્ટલની આંકડાકીય માહિતીથી જાણવા મળ્યું છે કે નાણાકીય વર્ષ 2024-25 માટે ITR ફાઈલિંગની ઝડપ ધીમી છે.15મી સપ્ટેમ્બરની સમયસીમા નજી છે. આ સંજોગોમાં લોકો સમયસીમા લંબાવવા માટે માંગ કરી રહ્યા છે.

7 સપ્ટેમ્બર સુધીમાં 13.35 કરોડ નોંધાયેલા વ્યક્તિગત વપરાશકર્તાઓમાંથી 4.89 કરોડ ITR ફાઇલ કરવામાં આવ્યા હતા. સત્તાવાર માહિતી અનુસાર આ પૈકી 4.63 કરોડ રિટર્ન ચકાસવામાં આવ્યા હતા અને ફક્ત 3.35 કરોડ પર પ્રક્રિયા કરવામાં આવી હતી. આ સમયમર્યાદા વ્યક્તિગત આવક કરદાતાઓ અને જેમના ખાતાઓને ઓડિટની જરૂર નથી તેમને લાગુ પડે છે. ઘણી વેપાર અને વ્યાવસાયિક સંસ્થાઓએ CBDT ને ફાઇલિંગ તારીખ લંબાવવા વિનંતી કરી છે. તેમનું કહેવું છે કે સિસ્ટમમાં વિલંબ અને તકનીકી સમસ્યાઓ છે.

ફરિયાદોમાં શું કહેવામાં આવ્યું હતું?
FKCCI અને CAAS જેવી સંસ્થાઓએ કહ્યું છે કે ITR સોફ્ટવેર મોડું થયું હતું અને પોર્ટલમાં પણ ઘણી સમસ્યાઓ છે. CAAS એ કહ્યું કે આ વર્ષે નિયમોનું પાલન કરવું ખૂબ મુશ્કેલ બની રહ્યું છે.' તેનો અર્થ એ થયો કે આ વખતે લોકોને ITR ફાઇલ કરવામાં વધુ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.

બોમ્બે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ સોસાયટી (BCAS) એ CBDTને પત્ર લખીને ITR ફાઇલિંગ, ટેક્સ ઓડિટ અને ટ્રાન્સફર પ્રાઇસિંગ માટેની સમયમર્યાદા વધારવાની માંગ કરી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે સિસ્ટમમાં હજુ પણ ઘણી ભૂલો છે જેને સુધારવામાં આવી નથી.

આ મુખ્ય સમસ્યા છે
ચંદીગઢ અને ગુજરાતના જૂથોનું કહેવું છે સોફ્ટવેરમાં વિલંબને કારણે તૈયારી માટે ઓછો સમય મળે છે. મુખ્ય સમસ્યા ખોટો નાણાકીય ડેટા, નવા નિયમો હેઠળ વધુ કાગળકામ અને આવકવેરા પોર્ટલમાં સતત સમસ્યાઓ છે. આનો અર્થ એ છે કે લોકોને યોગ્ય માહિતી શોધવામાં મુશ્કેલી પડી રહી છે, વધુ દસ્તાવેજો ભરવા પડે છે અને પોર્ટલ પણ યોગ્ય રીતે કામ કરી રહ્યું નથી.