New GST Rates: શેમ્પૂ રૂપિયા 55, હોર્લિક્સ રૂપિયા 20 અને સાબુ રૂપિયા 8 સુધી થયા સસ્તા, દેશની સૌથી મોટી FMCG કંપનીએ કિંમતોમાં કર્યો ઘટાડો

HUL: આ રીતે સાબુ રૂપિયા 8 સસ્તો થયો. આ ઉપરાંત હોર્લિક્સનો 200 ગ્રામ જાર રૂપિયા 130થી ઘટાડીને રૂપિયા 110કરવામાં આવ્યો છે. આ રીતે તે રૂપિયા 20 સસ્તો થયો.

By: Nilesh ZinzuwadiaEdited By: Nilesh Zinzuwadia Publish Date: Sat 13 Sep 2025 03:42 PM (IST)Updated: Sat 13 Sep 2025 03:42 PM (IST)
commodity-new-gst-rates-shampoo-became-cheaper-by-rs-55-horlicks-rs-20-soap-by-rs-8-largest-fmcg-hul-rate-cut-announces-602547

New GST Rates: હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ (HUL GST Rate cut) એ તેના ઘણા લોકપ્રિય ઉત્પાદનો (New GST Rates)ના ભાવમાં ઘટાડો કર્યો છે, જેમાં હોર્લિક્સ, લક્સ સાબુ, કિસાન જામ અને ડવ શેમ્પૂનો સમાવેશ થાય છે. કંપનીના જણાવ્યા પ્રમાણે ડવ શેમ્પૂની 340 મિલી બોટલ હવે રૂપિયા 490ને બદલે રૂપિયા 435માં ઉપલબ્ધ થશે. એટલે કે, શેમ્પૂ રૂપિયા 55 સસ્તુ થશે.

75 ગ્રામ લાઇફબોય સાબુના ચાર પેકની કિંમત રૂપિયા 68થી ઘટાડીને રૂપિયા 60 કરવામાં આવી છે. આ રીતે સાબુ રૂપિયા 8 સસ્તો થયો. આ ઉપરાંત હોર્લિક્સનો 200 ગ્રામ જાર રૂપિયા 130થી ઘટાડીને રૂપિયા 110કરવામાં આવ્યો છે. આ રીતે તે રૂપિયા 20 સસ્તો થયો. જ્યારે 200 ગ્રામ કિસાન જામનો ભાવ રૂપિયા 90થી ઘટાડીને રૂપિયા 80 કરવામાં આવ્યો છે.

જોકે, આ ઘટાડેલા દરનો લાભ લેવા માટે તમારે રાહ જોવી પડશે. નવા દરો 22 સપ્ટેમ્બરથી લાગુ થશે.

UL એ જણાવ્યું હતું કે સુધારેલા મહત્તમ છૂટક ભાવ (MRP) અથવા તેનાથી વધુ ગ્રામ પેક સાથેનો નવો સ્ટોક બજારોમાં મોકલવામાં આવી રહ્યો છે. કંપનીઓએ સુધારા વિશે એક અથવા વધુ અખબારોમાં ઓછામાં ઓછી બે જાહેરાતો પ્રકાશિત કરવી પડશે અને ડીલરોને તેમજ રાજ્ય અને કેન્દ્ર સરકારને જાણ કરવી પડશે.

કાઉન્સિલની બેઠકમાં GST દર ઘટાડાના નિર્ણયની અસર
આ પગલું સરકારના તે નિર્દેશ પછી લેવામાં આવ્યું છે જેમાં ગ્રાહક માલ ઉત્પાદકોને GST ઘટાડાના લાભ ગ્રાહકો સુધી પહોંચાડવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.

3 સપ્ટેમ્બરના રોજ, સીતારમણની અધ્યક્ષતામાં GST કાઉન્સિલે તેની ૫૬મી બેઠકમાં શેમ્પૂ અને વાળના તેલ જેવા દૈનિક ઉપયોગના ઉત્પાદનોથી લઈને ઓટોમોબાઈલ અને ટેલિવિઝન સુધીની વિવિધ વસ્તુઓ પર કર દરમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. GST કાઉન્સિલની બેઠકમાં કર માળખાને 5%, 18% અને 40%ના ત્રણ સ્લેબમાં સરળ બનાવવામાં આવ્યું હતું.

પનીર, યુએચટી દૂધ, ખાખરા, પીત્ઝા બ્રેડ, રોટલી અને પરાઠા સંપૂર્ણપણે જીએસટી મુક્ત (0 જીએસટી) કરવામાં આવ્યા છે. કન્ડેન્સ્ડ દૂધ, માખણ, ઘી, ચીઝ, જામ, ચટણીઓ, સૂપ, પાસ્તા, નમકીન અને કન્ફેક્શનરી ઉત્પાદનો પર હવે ફક્ત 5% જીએસટી લાગશે, જે 12-18% હતો. ખજૂર, બદામ, કાજુ, પિસ્તા, અંજીર અને સાઇટ્રસ ફળો જેવા સૂકા ફળો પરનો ટેક્સ પણ ઘટાડીને 5% કરવામાં આવ્યો છે.